એપશહેર

સ્મિથે પૂછ્યું કેમ મને કર્યો હતો સપોર્ટ, વિરાટ કોહલીએ આપ્યો જવાબ

વિરાટ કોહલી અને સ્ટિવ સ્મિથ વચ્ચે વાતચીતમાં સ્મિથે 2019ના વર્લ્ડ કપની તે ઘટનાને યાદ કરી હતી

I am Gujarat 16 Dec 2020, 11:45 pm
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર બે વિડીયો શેર કરવામાં આવ્ય છે. આ વિડીયોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ વાતચીત કરતા જોવા મળે છે. સ્મિથે આ વાતચીત દરમિયાન વર્લ્ડ કપ દરમિયાન પ્રેક્ષકોના હૂટિંગનો વિરોધ કરનારા કોહલી પાસેથી આ ઘટના જાણી હતી.
I am Gujarat kohli smith


ભારતીય કેપ્ટને જણાવ્યું હતું કે, તમે લોકોએ ભૂલ કરી હતી. તમને બધાને તમારી ભૂલનો પસ્તાવો હતો. તમે લાંબા સમય બાદ મેદાનમાં ઉતર્યા હતા અને પ્રેક્ષકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મારું માનવું છે કે કોઈ એક વ્યક્તિને કોઈ એક વાત માટે હંમેશા ટાર્ગેટ કરવી યોગ્ય નથી. કંઈ પણ કાયમી હોતું નથી.

નોંધનીય છે કે 2019ના વર્લ્ડ કપ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાઈ હતી ત્યારે પ્રેક્ષકોએ સ્ટિવ સ્મિથનો હૂરિયો બોલાવ્યો હતો. પરંતુ કોહલીએ પ્રેક્ષકોને ઈશારા દ્વારા આવું ન કરવાનું કહ્યું હતું. 2018મા સાઉથ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગ બદલ સ્ટિવ સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સ્મિથ ઉપરાંત ડેવિડ વોર્નર પર પણ એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો