એપશહેર

શાંત રહેતો પૂજારા શા માટે રોષે ભરાયો? પેડ પર માર્યું પોતાનું જ બેટ, જુઓ વિડીયો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ચેતેશ્વર પૂજારાએ શાનદાર અડધી સદી ફટકારી છે

I am Gujarat 7 Feb 2021, 11:53 pm
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો છે. તે ક્યારેય મેદાનમાં આક્રમક જોવા મળતો નથી. જોકે, ચેન્નઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે પૂજારા રોષે ભરાયો હતો. તેણે પોતાના જ પેડ પર બેટ માર્યું હતું.
I am Gujarat pujara11


પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના 578 રનના વિશાળ સ્કોરના જવાબમાં ભારતે ત્રીજા દિવસના અંત સધીમાં છ વિકેટે 257 રન નોંધાવ્યા છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડથી હજી 321 રન પાછળ છે.

બોલર્સના નિરાશાજનક પ્રદર્શન બાદ સઘળો મદાર બેટ્સમેનો પર હતો. જોકે, પ્રથમ દાવમાં ભારતીય બેટ્સમેનોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ભારતે 73 રનના સ્કોર પર રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારે તમામ લોકોની નજર ચેતેશ્વર પૂજારા પર હતી.

પૂજારાએ પણ અપેક્ષા પ્રમાણે બેટિંગ કરી હતી અને 73 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, પૂજારાની ઈનિંગ્સનો જે રીતે અંત આવ્યો તેનાથી ક્રિકેટપ્રેમીઓ જ નહીં પરંતુ ખુદ પૂજારા જ નિરાશ થયો હતો. પૂજારા કમનસીબ રીતે આઉટ થયો હતો. ડોમ બેસના શોર્ટ પિચ બોલ પર પૂજારાએ પૂલ શોટ ફટકાર્યો હતો. જોકે, બોલ શોર્ટ લેગ પર ઊભા રહેલા ફિલ્ડરના ખભા પર વાગ્યો હતો અને હવામાં ઉછળ્યો હતો જેને બીજા ફિલ્ડરે આસાનીથી કેચ કરી લીધો હતો.
પૂજારા જે રીતે આઉટ થયો તેનાથી તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો હતો. રોરી બર્ન્સને કેચ કરતા જોઈને તે ગુસ્સે થયો હતો અને પોતાનું બેટ પેડ પર માર્યું હતું. અંતે નિરાશ ચહેરે તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. પૂજારાએ 143 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 73 રન નોંધાવ્યા હતા અને રિશભ પંત સાથે સદીની ભાગીદારી નોંધાવી હતી. રિશભ પંતે 91 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.

Read Next Story