એપશહેર

ભારત સામે બીજી વન-ડે અગાઉ ઈંગ્લેન્ડને મોટો ફટકો, કેપ્ટન મોર્ગન સિરીઝમાંથી બહાર

ઈંગ્લેન્ડનો કેપ્ટન ઈયોન મોર્ગન હાથની ઈજાના કારણે ભારત સામે રમાઈ રહેલી વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે

I am Gujarat 25 Mar 2021, 11:43 pm
ભારત વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં પરાજયનો સામનો કરનારી ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. હાથની ઈજાના કારણે મોર્ગન ભારત વિરુદ્ધ બાકી રહેલી બંને વન-ડેમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ગુરૂવારે જણાવ્યું હતું કે કેપ્ટન મોર્ગન ઈજાના કારણે ભારત સામેની વન-ડે સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે.
I am Gujarat morgan7


શુક્રવારે રમાનારી બીજી મેચમાં જોસ બટલર ટીમની આગેવાની કરશે. જ્યારે બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનને વન-ડે કારકિર્દીની શરૂઆત કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન સેમ બિલિંગ્સને પણ ઈજા થઈ છે અને તે પણ શુક્રવારે રમાનારી બીજી વન-ડેમાં રમી શકશે નહીં.

મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં મોર્ગનના હાથમાં ઈજા થઈ હતી. તેના જમણા હાથમાં ચાર ટાંકા આવ્યા હતા તેમ છતાં તે બેટિંગમાં આવ્યો હતો. તેણે 22 રનની ઈનિંગ્સ રમી હતી પરંતુ ટીમને પરાજયથી બચાવી શક્યો ન હતો. પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડનો 66 રને પરાજય થયો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ શુક્રવારે જ્યારે ત્રીજી અને અંતિમ મેચ રવિવારે રમાશે.

નોંધનીય છે કે ઈયોન મોર્ગનનું આઉટ થવું ઈંગ્લેન્ડ માટે મોટો ફટકો છે. અગાઉ ટીમનો સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર પણ ઈજાના કારણે વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો