એપશહેર

અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય છતાં કેપ્ટન કોહલીને ખટકી એક વાત

અમદાવાદમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટ પરાજય આપ્યો, મેચ ફક્ત બે જ દિવસમાં પૂરી થઈ ગઈ

I am Gujarat 25 Feb 2021, 11:08 pm
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચ બે જ દિવસમાં પૂરી થઈ ગઈ. જેના કારણે ઘણા ક્રિકેટ દિગ્ગજોએ પિચની ટીકા કરી છે. જોકે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે ટીમની બેટિંગ ખરાબ હતી પિચ નહીં. કોહલી બંને ટીમના બેટ્સમેનોના પ્રદર્શનને વિચિત્ર ગણાવ્યું હતું.
I am Gujarat kohli5


માઈકલ વોન અને હરભજન સિંહ જેવા ક્રિકેટ દિગ્ગજોએ અમદાવાદની પિચને આદર્શ ગણાવી ન હતી પરંતુ કોહલીએ ભારપૂર્વક કહ્યું હતું કે પિચમાં કોઈ ખરાબી ન હતી. આ મેચમાં ભારતે 10 વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, પ્રામાણિકતાથી કહું તો બેટિંગની ગુણવત્તા માપદંડો પ્રમાણે ન હતી. અમે 3 વિકેટે 100 રન નોંધાવ્યા હતા અને 150થી ઓછા રનમાં આઉટ થઈ ગયા. ફક્ત કેટલાક બોલ જ ટર્ન થતા હતા. પ્રથમ દાવમાં બેટિંગ માટે આ પિચ ઘણી સારી હતી.

તેણે જણાવ્યું હતું કે બંને ટીમના બેટ્સમેનોએ યોગ્ય બેટિંગ કરી ન હતી. આ ઘણું વિચિત્ર રહ્યું કે 30માંથી 21 વિકેટ સીધા બોલ પર પડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તમારા ડિફેન્સની ખરી કસોટી થાય છે. નોંધનીય છે કે બીજા દાવમાં અક્ષર પટેલ અને અશ્વિને તરખાટ મચાવ્યો હતો. અક્ષરે પાંચ અને અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. ચાર ટેસ્ટની સિરીઝમાં ભારતે 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પણ જણાવ્યું હતું કે ટીમના પરાજય માટે કોઈ બહાના બનાવી શકાય નહીં. તેણે કહ્યું હતું કે અમે 2 વિકેટે 70 રન નોંધાવ્યા હતા પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. આ વિકેટ પર 250 રનનો સ્કોર અલગ જ પરીણામ લાવ્યો હોત. અમે આ પરાજયમાંથી બોધપાઠ લઈશું અને મજબૂત ટીમ બનીને મેદાનમાં ઉતરીશું.

Read Next Story