એપશહેર

IND vs AUS: ભારતે T20 શ્રેણી જીતી, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું

ભારતના ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ બંને વહેલા આઉટ થયા હતા. પરંતુ આ પછી વિરાટ કોહલી અને સૂર્ય કુમાર યાદવની જોડીએ ન માત્ર ઇનિંગને સંભાળી પરંતુ ઝડપી રન પણ બનાવ્યા અને ટીમને જીત અપાવી. સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ્સ ભારતને જીતની ઉંબરે લઈ ગઈ અને બાકીનું કામ વિરાટ કોહલીએ કર્યું. સૂર્યએ 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા.

Authored byદીપક ભાટી | I am Gujarat 25 Sep 2022, 11:04 pm
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જવાબમાં 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારતા ભારત આ રોમાંચક મુકાબલો જીતી શકી.
I am Gujarat India vs Australia
સૂર્ય-વિરાટના વાવાઝોડામાં ઓસ્ટ્રેલિયા ઉડ્યું

કોહલી અને સૂર્યકુમારની તોફાની ઈનિંગ
ઉલ્લેખનીય છે કે, ભારતના ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ બંને વહેલા આઉટ થયા હતા. પરંતુ આ પછી વિરાટ કોહલી અને સૂર્ય કુમાર યાદવની જોડીએ ન માત્ર ઇનિંગને સંભાળી પરંતુ ઝડપી રન પણ બનાવ્યા અને ટીમને જીત અપાવી. સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ્સ ભારતને જીતની ઉંબરે લઈ ગઈ અને બાકીનું કામ વિરાટ કોહલીએ કર્યું. સૂર્યએ 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા
આંકડા પર નજર કરીએ તો સૂર્યકુમાર યાદવે માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તેણે ઝમ્પાના બોલ પર હેલિકોપ્ટર શોટ વડે સિક્સર ફટકારીને પોતાની અડદી સદી પૂરી કરી અને ત્યારપછી પણ સૂર્ય રોકાયો નહીં, તેણે પછીના બોલ પર ફરીથી ઝામ્પાની બોલ પર સિક્સર ફટકારી. આ પછી હેઝલવુડનું પણ આગલી ઓવરમાં ચોગ્ગો ફટકારીને સ્વાગત કર્યું હતું. જો કે આ જ ઓવરના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવ હેઝલવુડના બોલનો શિકાર બન્યો હતો. તેણે 36 બોલમાં 69 રન બનાવીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી, તે લોગ ઓફ પર સિક્સર મારવા માંગતો હતો, પરંતુ કેપ્ટન એરોન ફિન્ચે કેચ પકડ્યો અને તેની શાનદાર ઇનિંગનો અંત આવ્યો.
હાર્દિકે ચોગ્ગો ફટકારતા મેચની સાથે સિરિઝ પણ જીતીસૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ ક્રિજ પર રમી રહેલા કોહલીએ 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવના આગમન બાદ કોહલીએ પોતાની જાતને એડજસ્ટ કરી લીધી હતી અને સૂર્યને વધુ સ્ટ્રાઇક આપી રહ્યો હતો. હવે ટીમને જીતાડવાની જવાબદારી કોહલીની હતી અને હાર્દિક પંડ્યા તેને સપોર્ટ કરી રહ્યો હતો. છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા ત્યારે હાર્દિકે છગ્ગો અને પછી ચોગ્ગો મારતા ભારતે જીતની સાથે સાથે સિરિઝ ઉપર પણ કબજો કરી લીધો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો