એપશહેર

T20 સિરીઝ પહેલા ન્યુઝીલેન્ડના વધુ એક ખેલાડીએ પોતાનું નામ પાછું ખેંચ્યું

ભારત સામેની ટી-20 સિરીઝમાંથી કપ્તાન વિલિયમ્સન બાદ હવે આ ખેલાડી પણ ખસી ગયો, ટેસ્ટ સિરિઝ પર કરવા માંગે છે ફોકસ

Agencies 17 Nov 2021, 2:31 pm
જયપુર: ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઈલ જેમિસને ભારત સામેની T20 શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જેમિસને કહ્યું છે કે તે ટેસ્ટ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. T20 શ્રેણી પછી તરત જ ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. તે ન્યુઝીલેન્ડનો બીજો એવો ક્રિકેટર છે જેણે T20I શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કેપ્ટન કેન વિલિયમસને ટેસ્ટ સિરીઝ માટે ટી20 સીરીઝ નહી રમવાનો નિર્ણય લીધો હતો.
I am Gujarat 8
ન્યૂઝીલેન્ડ ટીમ ફાઈલ તસવીર


રવિવારે ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેના માત્ર ત્રણ દિવસ બાદ એટલે કે આજે તે ભારત સામે રમતા જોવા મળશે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ભારતનો પ્રવાસ શરૂ થયો ત્યારે ન્યુઝીલેન્ડની ટીમનું વર્કલોડ મેનેજમેન્ટ તેમના મગજમાં હતું અને કાઈલ જેમીસનને આરામ આપવાનું પણ યોજનામાં સામેલ હતું.

ક્રિકેટ ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્ટેડે કહ્યું, 'અમે નક્કી કર્યું હતું કે કેન (વિલિયમસન) અને કાઈલ (જેમિસન) આ T20 શ્રેણીમાં નહીં રમે. આ બંને ટેસ્ટ મેચ માટે પોતાની જાતને તૈયાર કરશે. આ સાથે તમે જોશો કે કેટલાક અન્ય ખેલાડીઓ પણ હશે જે ટેસ્ટ ટીમનો ભાગ છે અને તેઓ આખી T20 શ્રેણીમાં નહીં રમે.'

સ્ટેડે ઉમેર્યું કે 'આ બધું થોડું સંતુલિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. પાંચ-છ દિવસમાં ત્રણ અલગ-અલગ શહેરોમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ ખૂબ જ વ્યસ્ત સમય છે.' કાઈલ જેમિસને ટી20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમી નથી. જો કે, જો ટ્રેન્ટ બોલ્ટ T20I શ્રેણીના અંત પછી પરત ફરે છે તો જેમિસનને બીજી ટેસ્ટમાં રમવાની તક મળી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો