એપશહેર

WTC ફાઈનલઃ તો કોહલી અને રોહિત પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે

ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ દિલીપ વેંગસરકરનું કહેવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને એડવાન્ટેજ છે

I am Gujarat 6 Jun 2021, 4:36 pm
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અગાઉ મેચ પ્રેક્ટિસનો અભાવ કેપ્ટન વિરાટ કોહલી માટે ચિંતાનો વિષય નથી પરંતુ લિજેન્ડરી બેટ્સમેન દિલીપ વેંગસરકરનું માનવું છે કે આ વાત ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ ગુરૂવારે સાઉથમ્પ્ટન પહોંચી હતી પરંતુ તેને ત્રણ દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું પડશે. આ જ મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો પ્રારંભ થશે.
I am Gujarat kohli rohit3


બીજી તરફ ન્યૂઝીલેન્ડને પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળ્યો છે. હાલમાં કેન વિલિયમ્સનના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે.
ધોનીના ઘરે આવ્યું નાનું મહેમાન, દીકરી ઝીવાને રમવાની મજા પડી ગઈભારત માટે 116 ટેસ્ટ મેચ રમી ચૂકેલા વેંગસરકરનું કહેવું છે કે કોહલી અને રોહિત શર્મા શ્રેષ્ઠ ફોર્મમાં છે પરંતુ મેચ પ્રેક્ટિસના અભાવના કારણે તેમના પ્રદર્શન પર અસર પડી શકે છે. વેંગસરકરે જણાવ્યું હતું કે, કોહલી હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે અને તેમણે ભારતને ઘણી મેચો જીતાડી છે. આ ઘણી સારી વાત છે અને બંને હાલમાં સારા ફોર્મમાં છે. પરંતુ મારા મતે મેચ પ્રેક્ટિસના અભાવથી તેમના પ્રદર્શન પર અસર પડી શકે છે.
ડેવોન કોનવેએ સર્જી રેકોર્ડ્સની હારમાળા, વધાર્યું વિરાટ કોહલીનું ટેન્શન!ભારતીય ટીમના ભૂતપૂર્વ પસંદગીકાર રહી ચૂકેલા વેંગસરકરે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ ઘણી શ્રેષ્ઠ છે અને સારા ફોર્મમાં છે. પરંતુ એડવાન્ટેજ ન્યૂઝીલેન્ડ પાસે છે. આ ટીમ ઘણી લો પ્રોફાઈલ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ તેઓ બે ટેસ્ટ મેચ રમશે. તેથી અગત્યની વાત એ છે કે એડવાન્ટેજ ન્યૂઝીલેન્ડ પાસે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો