એપશહેર

ટેસ્ટ સીરિઝ સાથે ઓસ્ટ્રેલિયાથી દિલ પણ જીતી લાવ્યો અજિંક્ય રહાણે, નાથન લાયને શેર કર્યો ખાસ ફોટો

I am Gujarat 28 Jan 2021, 2:34 pm
ઓસ્ટ્રેલિયન ઓફ સ્પિનર નાથન લાયને ભારતીય ક્રિકેટ ટીમની ઓટોગ્રાફીવાળી ટી-શર્ટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્રિસબેનના ગાબા મેદાન પર ભારતની યાદગાર જીત બાદ તે સમયના કેપ્ટન અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ તરફથી લાયનને આ જર્સી આપી હતી. ગાબામાં નાથન લાયન પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાસ માટે તે આ ઉપલબ્ધિ મેળવનાર 13મો ખેલાડી છે. નાથને ભારતીય ટી-શર્ટનો ફોટો શેર કર્યો અને રહાણે તથા ભારતીય ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
I am Gujarat lyon 1


ઈન્સ્ટાગ્રામ તસવીરને શેર કરતા નાથન લાયને ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઐતિહાસિક જીત માટે શુભેચ્છા પાઠવી છે. લાયને લખ્યું છે, ઓસ્ટ્રેલિયા માટે રમવાનું અને બેગી ગ્રીન પ્રાપ્ત કરવાનું હંમેશાથી મારું સપનું રહ્યું છે. મને ઓસ્ટ્રેલિયન ક્રિકેટના કેટલાક મહાન ખેલાડી સાથે રમવા અને શીખવાની તક મળી. કેટલાક એવા મિત્રો બન્યા, જે જિંદગીભર મારા મિત્રો રહેશે. 100 મેચોનું સેલિબ્રેશન કરવા માટે બ્રિસબેન મેદાન પર ચાલવું મારા માટે વ્યક્તિગત રૂપથી એક ગર્વની પળ હતી. અમને જે રિઝલ્ટ જોઈતું હતું તે ન મળ્યું પરંતુ શીખવાનું ચાલું રાખીશ. મારું લક્ષ્ય છે કે હું સારો ક્રિકેટર બનું.'
View this post on Instagram A post shared by Nathan Lyon (@nath.lyon421)

લાયને ટીમ ઈન્ડિયા વિશે લખ્યું, સીરિઝ જીતવા માટે અજિંક્ય રહાણે અને ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમારી સ્પોર્ટ્સમેનશિપ અને ટીમ ઈન્ડિયાના ઓટોગ્રાફવાળી જર્સી માટે આભાર.'

નોંધનીય છે કે નાથન લાયન માટે પાછલી સીરિઝ સારી નહોતી રહી. તે ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરિઝમાં 9 વિકેટ લઈ શક્યો હતો. નાથન લાયને પોતાના ટેસ્ટ કરિયરમાં 399 વિકેટ લીધી છે. તે શેન વોર્ન (708) અને ગ્લેન મેક્ગ્રા (563) બાદ સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન બોલર છે. લાયનને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ યોજાનારી ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ સ્થાન અપાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો