એપશહેર

ભારતની જીતથી ગદગદ PM મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા, BCCIએ આપ્યું 5 કરોડ બોનસ

I am Gujarat 19 Jan 2021, 2:29 pm
I am Gujarat team 1
ફોટો સૌજન્યઃ BCCI

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેન ટેસ્ટ મેચમાં 3 વિકેટથી હરાવી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સતત બે ટેસ્ટ સીરિઝ હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 328 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે પાંચમા દિવસે 7 વિકેટ 329 રન બનાવ્યા. આ રીતે ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી. ગાબાના મેદાન પર ચોથી ઈનિંગ્સમાં 328 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસેલ કરીને ભારતે વેસ્ટ ઈન્ડિઝના 70 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે 1951માં રન ચેઝ કરતા 236 રન બનાવીને જીત મેળવી હતી.

ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર ખૂબ શુભકામનાઓ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, 'અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર ખૂબ ખુશ છીએ. તેમની ઉર્જા અને જૂનુન સમગ્ર રમત દરમિયાન દેખાઈ રહ્યાં હતા. તેમનો દ્રઢ ઈરાદો, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ જોવા મળ્યો. ટીમને શુભકામનાઓ! તમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.'


BCCI સેક્રેટરી જય શાહે ટીમને આપ્યું 5 કરોડની બોનસ
ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર BCCIએ સમગ્ર ટીમને બોનસમાં 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને કરી હતી. તેમણે લખ્યું હતું, BCCIએ ટીમ બોનસ તરીકે રૂપિયા 5 કરોડની જાહેરાત કરે છે. આ ભારતીય ક્રિકેટ માટે ખાસ પળો છે. ગાબામાં ભારતીય ટીમ દ્વારા ખૂબ જ અદભૂત રમત દર્શાવવામાં આવી છે.


વિરાટ કોહલીએ કર્યું ટ્વીટ
ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર વિરાટ કોહલીએ પણ ટ્વીટ કર્યું હતું. કોહલીએ ટ્વીટમાં લખ્યું- શું જીત છે! હા. જે લોકો એડિલેડ બાદ અમારા પર શંકા કરી રહ્યા હતા, ઊભા થઈને જુઓ. અનુકરણીય પ્રદર્શન પરંતુ કઠોરતા અને દ્રઢ નિશ્ચય તમામ રીતે અમારા માટે અદભૂત હતા. મેનેજમેન્ટ અને બોય્ઝ ખૂબ જ સરસ. આ ઐતિહાસિક જીતને ઉજવો. ચીયર્સ.


ગૃહમંત્રી અમિત શાહે પણ કર્યું ટ્વીટ

રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી શુભેચ્છાઓ

ક્રિકેટના દિગ્ગજો પણ ભારતીય ટીમના ફેન બન્યા



Read Next Story