એપશહેર

શેન વોર્નની ઈમેજ 'બેડ બોય'ની હતી, એક રૂમમાં અનેક છોકરીઓ સાથે સંબંધ બનાવવાનો આરોપ

RIP Shane Warne: દુનિયાના મહાન સ્પિન બોલર્સમાંના એક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. શેન વોર્નની છબિ મહિલાઓ સાથેના અફેર્સને કારણે ખરડાઈ હતી. બ્રિટિશ નર્સ સાથે ગંદી વાતોને કારણે તેઓ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બની શક્યા ન હતા. આ ઉપરાંત અફેરને કારણે 10 વર્ષના લગ્નજીવનનો અંત પણ આવ્યો હતો.

Written byHarshal Makwana | TNN 4 Mar 2022, 10:11 pm

હાઈલાઈટ્સ:

  • વર્ષ 2000માં બ્રિટિશ નર્સ સાથે 'ગંદી વાતો' કરતાં વાઈસ કેપ્ટન પદ છીનવાયું
  • વિદ્યાર્થિનીએ યૌનશોષણનો આરોપ લગાવતાં પત્નીએ છૂટાછેડા આપ્યા
  • હોલીવુડ એક્સ્ટ્રેસ સાથે કરી સગાઈ, પોર્ન સ્ટારના પ્રેમમાં પડ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat RIP Shane Warne
શેન વોર્નની ઈમેજ 'બેડ બોય'ની હતી, એક રૂમમાં અનેક છોકરીઓ સાથે સંબંધ બનાવવાનો આરોપ
RIP Shane Warne: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને દુનિયાના સૌથી મહાન લેગ સ્પિનરમાંના એક ગણાતા શેન વોર્નનું 52 વર્ષની વયે હાર્ટ એટેક આવવાને કારણે (Shane Warne Dies of Heart Attack) થાઈલેન્ડમાં નિધન થયું હતું. શેન વોર્નના અચાનક નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં સન્નાટો છવાઈ ગયો હતો. ક્રિકેટના તમામ દિગ્ગજોએ શેન વોર્નને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શેન વોર્ન સ્પિન બોલિંગની દુનિયાના બાદશાહ હતા, તેમના બોલ ઓફ ધ સેન્ચુરીને આજે પણ લોકો યાદ કરે છે. જો કે, શેન વોર્નના જીવન પર ડોકિયું કરવામાં આવે તો તેઓ અનેક વિવાદોમાં પણ સંપડાયેલા રહ્યા હતા. તેઓને ક્રિકેટની દુનિયાના બગડલે ખેલાડી ગણવામાં આવતા હતા. બેડ બોયની ઈમેજ હોવા છતાં પણ તેઓ ફેન્સના દિલમાં રાજ કરતા હતા. અશ્લીલ ફોન કોલના આરોપથી લઈને અનેક મહિલા સાથેના સંબંધને કારણે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. મહિલાઓ વોર્નની નબળાઈ હતી અને તેને જ કારણે તેઓની છબિ ખરડાઈ હતી.
બ્રિટિશ નર્સ સાથે ગંદી વાતો કરીને ફસાયા
વર્ષ 2000 દરમિયાન એક બ્રિટિશ નર્સ ડોના રાઈટ સાથેની ગંદી વાતોનો આરોપ શેન વોર્ન પર લાગ્યો હતો. જો કે શેન વોર્ને પણ આરોપોનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, ડોનાએ જ ગંદી વાતોની શરૂઆત કરી હતી. જો કે, પોતાની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સને પોતાનો પ્રથમ આઈપીએલ ખિતાબ અપાવનાર શેન વોર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બની શક્યો ન હતો. અને આ જ કારણ હતું કે, 2000ની સાલમાં શેન વોર્નને ઓસ્ટ્રેલિયાનું વાઈસ કેપ્ટન પદ છોડવું પડ્યું હતું.

અફેરને કારણે 10 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો
બ્રિટિશ નર્સ સાથેના કાંડ બાદ શેન વોર્ન પર એક જ રૂમમાં એકસાથે અનેક યુવતીઓ સાથે સંબંધ બનાવવાનો પણ આરોપ છે. શેન વોર્નના ઈંગ્લેન્ડની એક વિદ્યાર્થિની લોરા સેયર્સ, ત્રણ બાળકોની માતા કેરી કોલિમોર સાથે અફેર હોવાના રિપોર્ટ આવ્યા હતા. જ્યારે શેન વોર્નની પત્નીને આ અફેર અંગે જાણ થઈ તો તે પોતાના બાળકોને લઈને ઓસ્ટ્રેલિયા પરત આવી ગઈ હતી. લોરા સેયર્સે શેન વોર્ન પર યૌનશોષણનો પણ આરોપ લગાવ્યો હતો. અને આ આરોપોને કારણે જ શેન વોર્ન અને તેની પત્ની સિમોન કેલાહાનના 10 વર્ષના લગ્ન તૂટી ગયા હતા.

હોલીવુડ સ્ટારથી લઈ પોર્ન સ્ટાર સુધી અફેરના આરોપ વર્ષ 2013માં હોલીવુડ સ્ટાર લિઝ હર્લેની સાથે અફેર હોવાની ચર્ચા હતી. બંનેની સગાઈ પણ થઈ હતી, પણ પછી શેન વોર્ન કોઈ પોર્ન સ્ટારના પ્રેમમાં પડ્યો હોવાથી વાત આગળ વધી શકી ન હતી. આ ઉપરાંત વોર્ન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કની પૂર્વ પત્ની સાથે પણ અફેર હોવાના આરોપ લાગી ચૂક્યા છે. માઈકલ ક્લાર્કે 2020માં ઓસ્ટ્રેલિયાની મોડેલ, એક્ટ્રેસ કાયલી બોલ્ડી સાથે ડિવોર્સ લીધા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો