એપશહેર

કોહલીએ તોડ્યો સચિનનો વધુ એક રેકોર્ડ, બનાવ્યા સૌથી ઝડપી 22000 ઈન્ટરનેશનલ રન

India vs Australia: વિરાટ કોહલીએ પૂરા કર્યા સૌથી ઝડપી 22000 ઈન્ટરનેશનલ રન, તોડ્યો માસ્ટર બ્લાસ્ટરનો વધુ એક રેકોર્ડ

I am Gujarat 30 Nov 2020, 3:59 pm
સિડની: કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાંથી એક રેકોર્ડ સૌથી ઝડપી 22 હજાર ઈન્ટરનેશનલ રનનો હતો. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો રેકોર્ડ તોડ્યો હતો.
I am Gujarat 11
સચિન અને કોહલીની ફાઈલ તસવીર


કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો
આ આંકડા સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી હતી, જ્યારે સચિન 493 ઇનિંગમાં આ આંકડો સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટે 418 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ સચિને તેમની 418 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21 હજારનો આંકડો પાર કરી લીધો હતો.

કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરૂદ્દીનને પાછળ છોડી દીધા
એટલું જ નહીં, રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની બીજી મેચમાં કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા હતા. કેપ્ટન તરીકેની 91મી મેચમાં કોહલીએ અઝહર (5243)ને પાછળ છોડી દીધા. કોહલીએ અગાઉ 90 મેચની 86 ઇનિંગ્સમાં 5168 રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી 75 રન પાછળ હતા.

કેપ્ટન તરીકે કોહલીની 91 મેચ

કેપ્ટન તરીકે કોહલીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. વિરાટે વન-ડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય સુધીમાં 21 સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 87 બોલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ 91મી અને આમ 250મી મેચ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો