એપશહેર

વોશિંગ્ટન સુંદરની 'નો લૂક સિક્સ' જોઈને નાથન લાયન પણ માથું ખંજવાળતો રહી ગયો

I am Gujarat 17 Jan 2021, 4:30 pm
વોશિંગ્ટન સુંદર માટે બ્રિસ્બેનમાં પોતાની ડેબ્યૂ મેચ અત્યાર સુધી શાનદાર રહી છે. સુંદરે પહેલા બોલિંગ રતા ત્રણ વિકેટ ઝડપી અને પછી બેટિંગમાં 62 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપીને મેચમાં ભારતનું કમબેક કરાવ્યું હતું. સુંદરે પોતાની ઈનિંગ્સમાં આકર્ષક શોટ્સ રમીને પોતાની પહેલી ટેસ્ટ ફિફ્ટી બનાવી. સુંદરે પોતાની ઈનિંગ્સમાં ઘણા આકર્ષક શોટ્સ રમ્યા હતા. જેમાંથી એક શોટે સૌ કોઈનું ધ્યાન આકર્ષિક કર્યું છે.
I am Gujarat six


અડધી સદી પૂરી કર્યા બાદ સુંદર ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનની ઓવરમાં શાનદાર શોટ માર્યો. સુંદરે મિડવિકેટ પર ઉપરથી છગ્ગો માર્યો. સુંદરનો વિશ્વાસ તેના સ્ટ્રોકમાં જોવા મળ્યો, જ્યારે બોલ તેના બેટથી નીકળીને સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો. તેણે એકવાર પણ બોલ તરફ જોવાનું વિચાર્યું નહીં. સુંદરના આ શોટને ICCએ શેર કરીને તેને 'નો લૂક સિક્સ' બતાવ્યો છે.


સુંદરે બનાવ્યા ઘણા રેકોર્ડ્સ
21 વર્ષના યુવા ઓલરાઉન્ડરે પોતાના પ્રદર્શનથી સૌ કોઈને પ્રભાવિત કર્યા. તેણે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ્સમાં 3 વિકેટ લીધી અને બાદમાં અડધી સદીની મદદથી ટીમને સંકટમાંથી બહાર કાઢી. આ દરમિયાન તેણે શાર્દુલ ઠાકુર સાથે મળીને સાતમી વિકેટ માટે 123 રનની પાર્ટનરશીપ કરી અને બાજી પલટી નાખી. સુંદર-ઠાકુરે મળીને 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.

વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે ગાબાના મેદાન પર સાતમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો. આ જોડીએ કપિલ દેવ અને મનોજ પ્રભાકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તે સમયે બંને પૂર્વ ક્રિકેટરોએ 58 રનની પાર્ટનરશીપ કરી હતી. આ ઉપરાંત સુંદર ડેબ્યૂ ટેસ્ટમાં 3 વિકેટ અને અડધી સદી ફટકારનારો બીજો ભારતીય બની ગયો છે. આ પહેલા 1947માં દત્તુ ફાડકરે આ કમાલ કર્યો હતો.

Read Next Story