એપશહેર

2021નો T-20 વર્લ્ડકપ ભારતમાં રમાશે, ICCની બેઠકમાં મોટો નિર્ણય

I am Gujarat 7 Aug 2020, 8:42 pm
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આઈસીસીએ એક મોટી ખુશખબર આપી છે. ટી-20 વર્લ્ડકપ 2021ની મેજબાનીને લઈને રસ્તો સાફ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે, જ્યારે આ બાદ 2022માં રમાનારી ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની શુક્રવારની બેઠકમાં લેવામાં આવ્યો.
I am Gujarat t20


આ રીતે 2021ના ટી-20 વર્લ્ડકપ અને 2023ના વર્લ્ડકપનું ભારતમાં આયોજન નક્કી થઈ ગયું છે. જ્યારે 2022ના ટી-20 વર્લ્ડકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં જ કરવામાં આવશે. બીજી તરફ આઈસીસીએ મહિલા વન-ડે વર્લ્ડકપ 2021ને રદ કરી દીધો છે. હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં જ રમાશે.

આવું છે શિડ્યુલ
ભારતમાં રમાનારા ટી-20 વર્લ્ડકપનું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરે રમાડવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ 2022નું પણ ઓક્ટોબર-નવેમ્બરમાં જ આયોજન થશે. જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 18 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડકપનું આયોજન થવાનું હતું, પરંતુ કોરોનાની મહામારીને કારણે તેને પોસ્ટપોન્ડ કરી દેવામાં આવ્યું. જેનાથી ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનનો રસ્તો સાફ થઈ ગયો. IPL 2020 હવે યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો