એપશહેર

ટી-20 ક્રિકેટમાં કોણ ફટકારશે સૌથી પહેલી બેવડી સદી? ડ્વેઈન બ્રાવોએ આપ્યો જવાબ

Yogesh Gajjar | I am Gujarat 26 May 2020, 11:50 am
I am Gujarat dwayne bravo told who will his double century in t20 cricket first time
ટી-20 ક્રિકેટમાં કોણ ફટકારશે સૌથી પહેલી બેવડી સદી? ડ્વેઈન બ્રાવોએ આપ્યો જવાબ


ટી-20 ક્રિકેટમાં બેવડી સદી

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને લાગે છે કે રોહિત શર્મા ટી-20 વર્લ્ડકપમાં બેવડી સદી ફટકારનાર પહેલો બેટ્સમેન હશે. ચેન્નાઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડરને લાગે છે કે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં બેવડી સદી ફટકારવામાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન સૌથી પહેલો ખેલાડી હશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ ભારતીય ક્રિકેટરમાં બનાવી શકે રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 6 બેટ્સમેનો જ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. પરંતુ ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ આવું કરી શક્યું નથી. રોહિત પોતાની આક્રામક બેટિંગ માટે જાણીતો છે. ODIમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. તે આ ફોર્મેટમાં એકથી વધારે વખતે બેવડી સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન છે.

ડ્વેઈન બ્રાવોએ કહી વાત

એક ઈન્ટરવ્યૂમાં બ્રાવોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ટી-20 ફોર્મેટમાં કયો બેટ્સમેન સૌથી પહેલી બેવડી સદી ફટકારશે તો તેણે રોહિત શર્માનું નામ લીધું. રોહિતના નામે ટી-20 ક્રિકેટમાં છ સદી છે. જેમાંથી ચાર સદી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અને બે લીગ ક્રિકેટમાં બનાવી છે.

ટી-20માં સૌથી મોટો સ્કોર ગેઈલના નામે

ટી-20 ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પુણે વોરિયર્સ સામે 175 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે. ફિન્ચે 76 બોલમાં 172 રનની ઈનિંગ્સ રમી હતી. તેની આ ઈનિંગ્સ 2018માં ઝિમ્બાબ્વે સામે બની હતી. આ બાદ અફઘાનિસ્તાનના હજરતુલ્લાહ જજઈનો નંબર આવે છે. તેણે આયરલેન્ડ સામે 62 બોલમાં 162 રન બનાવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો