એપશહેર

પૂર્વ ભારતીય ક્રિકેટરની પત્ની કોરોના પોઝિટિવ, સમગ્ર પરિવાર થયો ક્વોરન્ટીન

Gaurang Joshi | Agencies 11 Jul 2020, 9:01 pm

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી લક્ષ્મી રતન શુકલાની પત્નીનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ બાબતની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપ સચિવ સ્મિતા સાન્યાલ શુક્લા શુક્રવારે તપાસમાં વાયરસ સંક્રમણમાં પોઝિટિવ આવ્યાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ક્વોરન્ટીન થયો સમગ્ર પરિવાર

I am Gujarat former indian all rounder laxmi ratan shukla wife tests covid 19 positive
પૂર્વ ભારતીય ક્રિકેટરની પત્ની કોરોના પોઝિટિવ, સમગ્ર પરિવાર થયો ક્વોરન્ટીન

સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે તેમને થોડો તાવ હતો અને પ્રોટોકોલ અંતર્ગત તેઓ ઘરે જ ક્વોરન્ટીનમાં છે. બંગાળ રણજી ટીમના પૂર્વ કેપ્ટન શુક્લાએ પીટીઆઈ ને કહ્યું હતું કે,’હા, મારી પત્ની સ્મિતા કોવિડ-19 પોઝિટિવ આવી છે. તેમને થોડો તાવ છે અને તે દવાઓ લઈ રહી છે. હું, મારા બે દીકરા અને મારા વૃદ્ધ પિતા અમે દરેક ઘરે જ ક્વોરન્ટીનમાં છીએ. અમે ગુરુવારે કોવિડ-19 પરીક્ષણ કરાવ્યું હતું.’

2015માં ક્રિકેટમાંથી લીધો સન્યાસ
2015માં ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી શુક્લાએ તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર હાવડા ઉત્તર વિધાનસભા સીટ પરથી 2016માં ચૂંટણી લડી અને બીજેપીના નજીકના હરીફ રુપા ગાંગુલીને હરાવ્યા હતાં. લક્ષ્મી રતન શુકલાએ કોરોના સામેની લડાઈમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

આઈપીએલ ટીમનો પણ રહી ચૂક્યા ભાગ
જોકે, 1999માં ભારતીય ટીમમાં એન્ટ્રી કરનાર આ ખેલાડીને ઈજાના કારણે કરિયર છોડવું પડ્યુ હતું. જોકે, તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. 100 કરતા વધારે મેચનો અનુભવ ધરાવતા લક્ષ્મી રતન શુકલા આઈપીએલ વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ ભાગ રહી ચૂક્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો