એપશહેર

રુટની સદી, ઈંગ્લેન્ડે વેસ્ટઈન્ડિઝને સરળતાથી હરાવ્યું

Gaurang Joshi | I am Gujarat 14 Jun 2019, 11:47 pm
સાઉધમ્ટનઃ ઝડપી બોલર્સના શાનદાર પ્રદર્શન પછી જો રુટની બીજી સદીની મદદથી ઈંગ્લેન્ડે વર્લ્ડ કપના મેચમાં વેસ્ટ ઈન્ડિઝને શુક્રવારે આઠ વિકેટથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકમાત્ર જીતમાં પાકિસ્તાની બેટ્સમેનને બાઉન્સર્સથી પરેશાન કર્યા હતાં. ઈંગ્લેન્ડના ઝડપી બોલર્સે આ નુસખો તેમના પર જ અજમાવ્યો હતો. જેથી સમગ્ર ટીમ માત્ર 212 રન પર જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે મુકાબલાને એકતરફી બનાવતા 33.1 ઓવરમાં જ જીત મેળવી હતી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ટૂર્નામેન્ટમાં રુટની બીજી સદી રુટ 94 બોલમાં 11 ચોગ્ગાઓની મદદથી 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ તેની 16મી એક દિવસીય સદી અને ટૂર્નામેન્ટમાં બીજી સદી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન (63)એ વેસ્ટ ઈન્ડિઝ માટે પહેલી સદી ફટકારી હતી. તો યુવા ઝડપી બોલર જોફ્રા આર્ચરે 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સાચો પડ્યો ઈંગ્લેન્ડનો નિર્ણય આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આર્ચર ઉપરાંત માર્ક વુડે 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સે 16 અને લિયામ પ્લેન્કેટે 30 રન આપીને એક એક વિકેટ ઝડપી. આથી જ્યારે સંયમ સાથે રમવાની શરુઆત કરી તો ક્રિસ ગેઈલ (36) અને આંદ્રે રસેલ (21) આક્રમક શોટ લગાવવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠા હતાં. ટકી ન શકી વેસ્ટ ઈન્ડીઝની ટીમ સ્વિંગ લેતી બોલની ટાઈમિંગ ઓળખવામાં વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનો ચૂક કરી ગયા હતાં. સાઈ હોપ માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. એવિન લુઈસ (0) પહેલા પણ વોક્સના યોર્કરનો શિકાર થઈ ચૂક્યો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ધરાશાયી થઈ હતી. આ જીત પછી હવે ઈંગ્લેન્ડ છ અંક લઈને ન્યૂઝીલેન્ડથી એક અંક પાઠળ છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો