એપશહેર

કોરોના ઈફેક્ટઃ હવે પ્રેક્ટિસ દરમિયાન ટોઈલેટ નહીં જઈ શકે ક્રિકેટર્સ

ચિંતન રામી | Agencies 22 May 2020, 11:47 pm
દુબઈઃ કોરોના વાયરસ રોગચાળાના બદ ક્રિકેટની રમત ફરીથી શરૂ થશે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સને પોતાની કેટલીક સામાન્ય ટેવોને બદલવી પડશે. જેમ કે પ્રેક્ટિસ દરમિયાન ટોઈલેટ જવું અને મેદાન પર હાજર અમ્પાયર્સને પોતાની ટોપી અને સનગ્લાસ આપવાનાની મંજૂરી નહીં મળે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોકોરોના વાયરસને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સાવચેત બન્યું છે અને તેણે ગાઈડલાઈન્સ જારી કરી છે. ગાઈડલાઈન્સ પ્રમાણે ખેલાડી પોતાની અંગત વસ્તુઓ જેમ કે ટોપી, ટોવેલ, સનગ્લાસ, જમ્પર્સ વગેરે અમ્પાયર્સ કે પછી સાથી ખેલાડીઓને આપી શકશે નહીં અને તેમનાથી શારીરિક અંતર જાળી રાખવું પડશે.જોકે, હજી સુધી તે સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ખેલાડીઓનો સામાન કોણ રાખશે. એટલું જ નહીં અમ્પાયર્સને પણ બોલ પકડતી વખતે ગ્લવ્ઝ પહેરવા પડશે કે નહીં. ખેલાડી પોતાની કેપ અને ચશ્મા મેદાન પર રાખી શકે નહીં કેમ કે જેવી રીતે હેલમેટથી પેનલ્ટી રન જાય છે તેમ આ વસ્તુઓથી પણ પેનલ્ટીના રન જઈ શકે છે.આ સાથે જ આઈસીસી ઈચ્છે છે કે ખેલાડી મેચ પહેલા અને મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઓછો સમય પસાર કરે. આઈસીસી ક્રિકેટ સમિતિ પહેલા જ બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી ચૂકી છે.હવે ખેલાડીઓને બોલને અડ્યા બાદ આંખો, નાક અને મોઢાને નહીં અડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત બોલના સંપર્કમાં આવ્યા બાદ પોતાના હાથ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રેક્ટિસ દરમિયાન પણ ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે કેમ કે તેમને ટોઈલેટના ઉપયોગની મંજૂરી નહીં હોય.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો