એપશહેર

બેવડી સદી ફટકાર્યા પછી મયંકે વિરાટ કોહલીને કહ્યું આવું

Gaurang Joshi | I am Gujarat 15 Nov 2019, 11:58 pm
મયંક અગ્રવાલે ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશ સામે શાનદાર 243 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ઓપનિંગ બેટ્સમેને પોતાની 12મી ઈનિંગમાં જ બીજી બેવડી સદી ફટકારી હતી. દિવસની રમત પૂરી થતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેનો ઈન્ટરવ્યૂ લીધો અને ઈનિંગ વિશે વાત કરી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મયંકને પૂછ્યો ફિટનેસનો સવાલ વિરાટે મયંકને ફિટનેસના મહત્વ વિશે પણ પૂછ્યું તો મયંકે વિરાટ તરફ ઈશારો કરતા કહ્યું કે,’તમે તેના માપદંડ નક્કી કરો છો.’ વિરાટના સવાલ પર મયંકે કહ્યું કે ફિટનેસ રમતના ભાગ તરીકે ખૂબ જ જરુરી છે. તેમણે કહ્યું કે તમે મોટી ઈનિંગ માત્ર એ કારણે રમી ન શકો કે તમે શારીરિક રીતે ફિટ નથી તો એ વાત સ્વીકાર્ય નથી. વિરાટે લીધો ઈન્ટરવ્યૂ વિરાટે બીસીસીઆઈ.ટીવી પર લીધેલા મયંકના ઈન્ટરવ્યૂમાં તેને પૂછ્યું કે 3 ટેસ્ટ મેચમાં બે બેવડી સદી લગાવીને કેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે મયંકે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચની સીરિઝમાં બીજા મેચમાં બેવડી સદી ફટકારી હતી. અગ્રવાલે કહ્યું કે તે બેવડી સદી ફટકારીને ખુશ છે. તેણે કહ્યું કે તેને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. મયંકે કહ્યું કે ઓપનિંગ બેટ્સમેન તરીકે સારી શરુઆત કર્યા પછી જ્યારે તમને સારી પરિસ્થિતિ મળે તો તેનો ફાયદો ઉઠાવવો જ જોઈએ.
માનસિક સ્થિતિ વિશે જણાવ્યું આવું વિરાટે જ્યારે તેને લાંબી ઈનિંગ રમતા સમયે તેની માનસિક સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે હંમેશા પોતાને એ યાદ અપાવે છે કે એક સમય એવો હતો જ્યારે તું રન બનાવી શકતો નહોતો અને હવે બોલ બેટમાં આવે છે તો તેનો ફાયદો ઉઠાવ અને મોટી ઈનિંગ રમો. પોતાની ટીમને એવી સ્થિતિમાં પહોંચાડો જ્યાંથી તે હારી જ ન શકે. મયંકે ભારતીય ટીમના વખાણ કરતા કહ્યું કે આ ટીમ ઉચ્ચ સ્તરનું ક્રિકેટ રમી રહી છે અને તે ખરેખર વખાણવાલાયક છે. કોહલીએ કર્યા વખાણ કોહલીએ પણ મયંકના વખાણ કરતા કહ્યું કે તે ટીમમાં પોતાની જગ્યા નક્કી કરવા માટેના હેતુથી નથી આવ્યો પરંતુ તેનો હેતુ ટીમને જીતાડવાનો હોય છે. કોહલીએ કહ્યું કે,’આ કારણે જ મયંક તે પોઝીશન પર છે. જેની બેટિંગ એવરેજ 60થી વધારે છે. જોકે, તેણે થોડી મેચ રમી છે પરંતુ તેની શરુઆત ખરેખર વખાણવાલાયક છે. આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે ટીમને જીતતા જોવા ઈચ્છો છો. હું આશા રાખું છું કે તેનું પ્રદર્શન ટીમ માટે સારુ થતું રહે. હવે હું ઈચ્છું છું કે તમે 300 રન બનાવો 200 નહીં.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો