એપશહેર

વર્લ્ડ ડ્વાર્ફ ગેમ્સઃ નાના કદના ભારતીયોએ કર્યું મોટું કારનામું

Gaurang Joshi | I am Gujarat 18 Aug 2017, 6:28 pm
I am Gujarat indians in world dwarf games
વર્લ્ડ ડ્વાર્ફ ગેમ્સઃ નાના કદના ભારતીયોએ કર્યું મોટું કારનામું


કદ નાનું સિદ્ધિ મોટી

બેંગ્લુરૂઃ ભારતીય કમ્પિટિટરે વિશ્વ ડ્વાર્ફ ગેમ્સમાં રેકોર્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ખેલાડીઓએ આર્થિક મુશ્કેલીઓ અને અન્ય સમસ્યાઓ પર વિજય મેળવીને આ ઇતિહાસ બનાવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 24 દેશોના લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય ટીમ 10માં સ્થાને રહી હતી. આ ટૂર્નામેન્ટ 12 ઓગસ્ટના રોજ કેનાડામાં પૂરી થઇ હતી.

સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ભારતીય ટીમે કુલ 36 મેડલ પોતાના નામે કર્યા હતાં. જેમાં 14 ગોલ્ડ, 10 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. વર્લ્ડ ડ્વાર્ફ ગેમમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ચાર વર્ષમાં એકવાર થતી આ ઇવેન્ટમાં 24 દેશના 400 ખેલાડીઓ ભાગ લીધો હતો. દેવપ્પા મોરેએ જણાવ્યું હતું કે,”કર્ણાટકમાંથી અમારા કોઇ જ ક્વોલિફાઇડ એથ્લીટને આર્થિક સહાયતા નહોતી મળી. પોતાનો ખર્ચ કાઢવા માટે મેં જમીન ગીરવે મૂકીને 2 લાખ રૂપિયાનો બંદોબસ્ત કર્યો હતો.” મોરેએ 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર દોડમાં સીલ્વર મેડલ જીત્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો