એપશહેર

મેચ હાર્યા પછી ધોની બોલ્યો- "મસ્ત હતી મેચ, એકબીજાને ટ્રોફી પાસ કરતા હતા"

Tejas Jinger | I am Gujarat 13 May 2019, 12:48 pm
I am Gujarat ipl 2019 final ms dhoni spoke about final match praise for bowlers and not happy with middle order
મેચ હાર્યા પછી ધોની બોલ્યો- "મસ્ત હતી મેચ, એકબીજાને ટ્રોફી પાસ કરતા હતા"


ધોનીએ કૂલ અંદાજમાં હારનો જવાબ આપ્યો

હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે IPL 2019ની ફાઈનલમાં હાર્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના કેપ્ટન કુલ અંદાજમાં જોવા મળ્યો. મુંબઈ સામે એક રનથી ફાઈનલ હાર્યા પછી ધોનીએ કહ્યું કે મેચ બહુ જ મસ્ત હતી, જેમાં બન્ને ટીમો એકબીજાને ટ્રોફી પાસ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે મેચમાં મુંબઈ તરફથી ત્રણ કેચ છૂટ્યા તો ચેન્નઈએ બે વિકેટ રન આઉટમાં ગુમાવી. ધોનીએ પણ અહીં તેનો ઉલ્લેખ કર્યો. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ધોનીની ટીમને મળ્યો હતો 150 રનનો ટાર્ગેટ

માત્ર 150 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમના હાર પછી ધોનીએ કહ્યું- “આજની ગેમ એવી હતી કે જેમાં સારું કરવાની આશા હતી. આ સારી મેચ હતી. બન્ને ટીમો એકબાજાને ટ્રોફી પાસ કરી રહી હતી. બન્નેએ ભૂલો કરી અને આખરે એ ટીમ જીતી જેણે ઓછી ભૂલ કરી હતી.”

ધોનીએ CSKના બોલર્સના કર્યા વખાણ

આગળ ધોનીએ ટીમની પ્રશંસા કરીને કહ્યું કે, આ વર્ષ વર્ષ એવું નહોતું જેમાં તેમની ટીમે સારું ક્રિકેટ રમ્યું હોય. અમારો મિડલ ઓર્ડર હંમેશા ફ્લોપ રહ્યો, છતાં અમે અત્યાર સુધી ટકી શક્યા. ધોનીએ માન્યું કે આખી સીઝનમાં તેમના બોલર્સે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

IPL 2020 ના પ્લાન વિશે વાત કરી

મુંબઈ સામે મળેલી હાર બાદ ધોનીએ એ પણ કહ્યું કે, હવે તેનું ફોકસ વર્લ્ડ કપ પર રહેશે. ધોનીએ કહ્યું, “હવે પહેલી પ્રાથમિકતા વર્લ્ડ કપ છે. ચેન્નઈ વિશે હવે પછી વાત કરવામાં આવશે.” આગામી વર્ષ માટેના પ્લાન અંગે ધોનીએ કહ્યું- CSK ટીમની બોલિંગ સારી છે પણ બેટિંગ પર તેમણે ફોકસ કરવું પડશે.

ધોની રન આઉટ થયો તે ટર્નિંગ પોઈન્ટઃ સચિન

ફાઈનલમાં બધાને આશા હતી કે, ધોની આ મેચમાં મુંબઈના હાથમાંથી છીનવી લેશે. પણ ચેન્નઈની ઈનિંગ્સની 13મી ઓવરમાં ધોની 2 રન બનાવીને ઈશાન કિશનના થ્રો પર રન આઉટ થઈ ગયો. ધોનીએ ઓવરથ્રો પર રન લેવા ગયો પણ કિશનનો થ્રો સીધો સ્ટમ્પ પર વાગ્યો અને ધોની ક્રિઝની બહાર રહી ગયો. આ પછી બીજા છેડે વોટ્સન પર દબાણ વધ્યું. સચિન તેન્ડુલકરે આ પળને મેચનો ટર્નિંગ પોઈન્ટ માન્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો