એપશહેર

UAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન, ફૂડની 'કૉન્ટેક્ટ લેસ' ડિલિવરી ઈચ્છે છે IPL ટીમો

સપ્ટેમ્બરમાં રમાનારી IPLની 13મી સિઝનમાં ભાગ લેતા પહેલા ટીમો તરફથી કેટલીક ડિમાન્ડ મૂકવામાં આવી રહી છે

I am Gujarat 5 Aug 2020, 5:21 pm
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું 13મું એડિશન આગામી મહિનેથી UAEમાં રમાવાનું છે. આના માટે ટીમો UAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન ઈચ્છે છે. આ ઉપરાંત પૂર્વ સૂચના સાથે ટીમ અને ફેમિલી ડિનરના આયોજન માટે તેમણે બોર્ડ પાસેથી મંજૂરી માગી છે.
I am Gujarat ipl sop teams wants 3 day quarantine instead of 6 in uae also contact less delivery
UAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન, ફૂડની 'કૉન્ટેક્ટ લેસ' ડિલિવરી ઈચ્છે છે IPL ટીમો


BCCIના એક અધિકારીએ કહ્યું કે, આની સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત (કૉન્ટેક્ટ લેસ) ફૂડની ડિલિવરીની પરવાનગીનો પણ અનુરોધ કર્યો છે. આના પર બુધવારે સાંજે ટીમ માલિકો અને IPL અધિકારીઓની બેઠકમાં વાત કરવામાં આવશે.

BCCIની વર્તમાન માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો UAEમાં આઈસોલેશન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ તેમને પ્રેક્ટિસની પરવાનગી મળશે. ત્યારબાદ પણ 53 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તેમની તપાસ થશે.

અધિકારીએ કહ્યું કે, 'મોટાભાગના ખેલાડીઓએ છ મહિનાથી ક્રિકેટ રમી નથી તો તેઓ વધુમાં વધુ પ્રેક્ટિસ કરવા માગે છે. મેડિકલ એક્સપર્ટની સલાહના આધારે શું અમે આઈસોલેશનને 6ને બદલે ત્રણ દિવસનું કરી શકીએ છીએ. શું ખેલાડીઓને 'બાયો બબલ'માં પ્રેક્ટિસની પરવાનગી આપી શકાય છે.'

BCCIએ ટીમોને 20 ઑગસ્ટ બાદ જ UAE માટે રવાના થવા કહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ સહિત કેટલીક ટીમ જલ્દી જવા માગતી હતી. આમાં એ પણ કહેવામાં આવ્યું કે, 'શું ટીમોને 20ને બદલે 15 ઑગસ્ટ બાદ જવાની પરવાનગી આપી શકાય છે જેથી પ્રેક્ટિસ અને તૈયારી માટે તેમને યોગ્ય સમય મળી શકે.'

SOP અનુસાર, ખેલાડીઓ અને ટીમ માલિકોના પરિવાર IPL દરમિયાન બાયો સિક્યોરિટીમાં જ રહેશે. ટીમો ઈચ્છે છે કે, બોર્ડ આની સમીક્ષા કરે. તેમણે કહ્યું, 'વર્તમાન SOP અનુસાર તે ટીમની સાથે સંપર્ક કરી શકતા નથી જ્યાં સુધી બાયો-બબલનો ભાગ ન બને. ટીમ માલિક ત્રણ મહિના સુધી બબલમાં નહીં રહી શકે. એટલે મેડિકલ સલાહના આધારે માલિકો અને પરિવાર સાથે વિશેષ પ્રોટોકૉલ બનાવી શકાય છે.'

UAEમાં આઈસોલેશન દરમિયાન ખેલાડીઓને ટીમના બીજા સભ્યો સાથે પણ વાતચીત કરવાની પરવાનગી નહીં મળે. તેઓ ત્રણ કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ આવું કરી શકશે. ટીમોએ એ પણ જાણવા માગ્યું છે કે, શું ખેલાડીઓ પોત-પોતાની ટીમો પ્રત્યે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ કરી શકશે જેના માટે તેમને શૂટિંગ અને લોકોને મળવું પડી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો