એપશહેર

આખરે આપણા અમદાવાદને મળી પોતાની IPL ટીમ, નવું મોટેરા સ્ટેડિયમ બનશે હોમ ગ્રાઉન્ડ?

I am Gujarat 4 Dec 2020, 12:55 pm
IPLની આગામી સીઝનમાં તમને અમદાવાદ શહેરની એક નવી ટીમ રમતા દેખાઈ શકે છે. BCCI ટી-20 લીગને મોટી કરવા માટે તૈયાર છે. 24મી ડિસેમ્બરે યોજાનારી એન્યુઅલ જનરલ મીટિંગમાં BCCI બે નવી ટીમોને લીગમાં ઉમેરવા વિશે ઔપચારિક જાહેરાત કરી શકે છે. આ બેમાંથી એક ટીમ અમદાવાદની હશે અને હાલમાં જ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ કોઈપણ ટીમની પહેલી પસંદગી હોઈ શકે છે. બીજી ટીમ કાનપુર, લખનઉ અથવા પુણેમાંથી કોઈપણ હોઈ શકે છે.
I am Gujarat ipl 1
અમદાવાદના મોટેરા સ્ટેડિયમની ફાઈલ તસવીર


ટૂર્નામેન્ટમાં બે નવી ટીમો ક્યારે ઉમેરવી આ વિશે BCCIએ થોડો મુશ્કેલ નિર્ણય લીધો છે. બોર્ડ આગામી 2021ની આઈપીએલ ટૂર્નામેન્ટ માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં શરૂ કરવા ઈચ્છે છે, એવામાં નવી ટીમોને મેગા ઓક્શન, રિટેન્શન પોલિસીનું પ્લાનિંગ સહિતના કાર્યો માટે પૂરતો સમય નહીં હોય.

આ બધા વચ્ચે બોર્ડ માટે સૌથી મોટી ચિંતા વેન્યૂ હશે. કારણ કે કોરોનાની સ્થિતિને જોતા ટૂર્નામેન્ટનું આયોજન વિશે ચોક્કસ ન કરી શકાય, તે ફરીથી UAEમાં પણ થઈ શકે છે. અમારા સહયોગી અમદાવાદ મિરર સાથે BCCIના અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે બે નવી ટીનો ટૂર્નામેન્ટમાં ઉમેરાશે. અધિકારીએ જણાવ્યું કે, 'એકવાર AGM તેને એપ્રૂવ કરે તે બાદ અમારે ટાઈમલાઈન પર નિરીક્ષણ કરવું પડશે.' આગામી IPL સીઝનમાં 94 જેટલી મેચો રમાઈ શકે છે. આ ઉપરાંત એવું પણ ઓપ્શન છે કે આ વર્ષે નવી ટીમોને મંજૂરી અપાય અને આગામી સીઝન (2022)માં તેને ઉમેરવામાં આવે.

એકવાર AGM નવી ટીમોને મંજૂરી આપે તે બાદ BCCI ટેન્ડર બહાર પાડશે, પરંતુ આ માટે અમદાવાદની ટીમ માટે અદાણી અને કોલકાતાના સંજીવ ગોએનકા ફેવરેટ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાંથી ઓરોબિંદો ફાર્મા પણ કેરળની ટીમ માટે રેસમાં હોઈ શકે છે.

Read Next Story