એપશહેર

મુંબઈ ઈન્ડિયન્સના મેચ વિનર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા, સિલેક્ટર્સ પર ભડક્યો હરભજન

I am Gujarat 27 Oct 2020, 3:59 pm
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ, વનડે અને ટી20 સીરિઝની જાહેરાત કરી છે. રોહિત શર્મા ઈજાના કારણે ટીમમાં સામેલ નથી કરાયો, ત્યારે રિષભ પંતને પણ માત્ર ટેસ્ટ ટીમમાં જ જગ્યા મળી છે. એક અન્ય ખેલાડી છે જેને ટીમમાં જગ્યા નથી અપાઈ અને તે છે મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ. દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ સિલેક્ટર્સના આ નિર્ણયથી નારાજ છે. તેણે ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
I am Gujarat surya


હરભજન સિંહે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સને સૂર્યકુમાર યાદવના રેકોર્ડ જોવાની ભલામણ કરી અને કહ્યું કે, સિલેક્શન દરમિયાન અલગ લોકો માટે અલગ માપદંડ અપનાવવામાં આવે છે.

હરભજન સિંહે ટ્વીટ કર્યું છે, મને સમજાઈ નથી રહ્યું કે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે સૂર્યકુમાર યાદવને વધારે શું કરવાની જરૂર છે. તે દરેક આઈપીએલ અને રણજી સીઝનમાં પ્રદર્શન કરી રહ્યો છે. મને લાગે છે કે અલગ લોકો માટે અલગ નિયમો અપનાવાય છે. BCCI હું તમામ સિલેક્ટર્સને અનુરોધ કરું છું કે તેના રેકોર્ડને જોઈ લો.

સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરતો આવ્યો છે. આ સીઝનમાં તેણે 11 મેચોમાં 283 રન બનાવ્યા છે અને તેની એવરેજ 31.44ની છે. આ ઉપરાંત યાદવે આ સીઝનમાં બે અડધી સદી પણ ફટકારી છે.

બીજી તરફ ભારતીય વન-ડે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. જોકે તે ટીમની જાહેરાતના થોડા કલાકો બાદ જ નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. એવામાં તેના ઈજાગ્રસ્ત હોવા પર પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે બીજી તરફ ઘણા નવા ચહેરાઓને આ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. એવામાં રોહિત શર્મા ટીમમાં ન હોવાથી ઘણા ફેન્સ પણ વિચારમાં પડી ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો