એપશહેર

IPL: 14 અને 12 પોઈન્ટમાં ફસાઈ 6 ટીમો, પ્લોઓફમાં પહોંચવા માટે 'કરો યા મરો'ની જંગ

I am Gujarat 1 Nov 2020, 9:24 am
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હાર મળ્યા બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટા ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલા જ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં ટોપ પર પહોંચી ગઈ છે, જ્યારે આઈપીએલના લીગ સ્ટેજમાં માત્ર 4 મેચ બાકી છે. એવામાં બાકીની 6 ટીમો માટે કરો યા મરોની લડાઈ છે. હવે તમામ ટીમોને 1-1 મેચ રમવાની છે.
I am Gujarat play
ફોટો ક્રેડિટઃ BCCI/IPL


રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ 14 પોઈન્ટ સાથે ફસાઈ ગઈ છે. શનિવારે બધાને આશા હતી કે બંને ટીમો એક-એક જીત મેળવીને આરામથી પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી લેશે. પરંતુ બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો. ખાસ વાત એ છે કે બંને ટીમોને અંતિમ મેચ એકબીજા વિરુદ્ધ રમવાની છે. એટલે કે આ મેચ બંને ટીમો માટે સેમીફાઈનલ સમાન હશે. જીતનો મતલબ સીધી પ્લેઓફમાં એન્ટ્રી, પરંતુ હારનારી ટીમને અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.

સનરાઈઝર્સ હૈદરાબા, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, આ તમામ ટીમો પાસે 12-12 પોઈન્ટ છે. સનરાઈઝર્સ માટે સારી વાત એ છે કે તેની નેટ રનરેટ પ્લસમાં છે. જ્યારે બાકીની ટીમોની નેટ રનરેટ માઈનસમાં છે. તેમાં સૌથી ખરાબ રનરેટ (-0.467) કોલકાતાની છે. પંજાબને પ્લેઓફમાં પહોંચવા માટે એક જીતની જરૂર છે. તેને પોતાની અંતિમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે.

કોલકાતા અને રાજસ્થાન વચ્ચે ખરાખરીની જંગકેકેઆર અને રાજસ્થાનને અંતિમ મેચ એકબીજા વિરુદ્ધ રમવાની છે. તેમણે આ છેલ્લી મેચ જીતવાની સાથે તે પણ પ્રાર્થના કરવી પડશે કે સનરાઈઝર્સ અને પંજાબ બંને પોતાની છેલ્લી મેચમાં હારી જાય. અહીં તેને બંને ટીમોથી ખતરો નેટ રનરેટ સાથે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો