એપશહેર

શરૂ થતા પહેલા જ અટક્યું અર્જુન તેંડુલકરનું IPL કરિયર, જાણો મુંબઈ ઈન્ડિયન્સે કેમ હટાવ્યો

અર્જુન તેંડુંલકરને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવું તેનું સપનું પણ હતું. જોકે, હાલ તેનું આ સપનું પૂરું નહીં થાય.

I am Gujarat 29 Sep 2021, 10:22 pm
દુબઈ: આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે હરાજી થઈ તો, છેલ્લું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું હતું. પહેલી વખત આઈપીએલ ઓક્શનમાં સામેલ થયેલા અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
I am Gujarat Arjun Tendulkar


લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે, અર્જુન તેના પિતાની મેન્ટોરશિપમાં આઈપીએલ ડેબ્યુ કરશે, પરંતુ હવે તેનું કરિયર શરૂ થતા પહેલા જ અટકી ગયું છે. મળતી માહિતી મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરના સ્થાને સિમરજીત સિંહને ટીમમાં સામેલ કરી લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સના મીડિયા એનાઉન્સમેન્ટ મુજબ, 'મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021ના બાકી સત્ર માટે ઈજાગ્રસ્ત અર્જુન તેંડુલકરના સ્થાને સિમરજીત સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.'
રિપોર્ટમાં કરાયો દાવોઃ રહાણે અને પુજારાએ જય શાહને ફોન કરી કોહલીની ફરિયાદ કરી હતી
હકીકતમાં, ડાબોડી યુવા પેસર અર્જુન ઈજાગ્રસ્ત છે. તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે ડેબ્યુ કર્યા પછી તેને આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. અહેવાલ છે કે, રાઈટ આર્મ ફાસ્ટ બોલર સિમરજીતે આઈપીએલની ગાઈડલાઈન મુજબ આઈસોલેશન પીરિયડ પૂરો કર્યા પછી ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

હૈદરાબાદની ટીમમાંથી ડેવિડ વોર્નરને કેમ બહાર કરવામાં આવ્યો? હોટલ રુમમાં બેસીને મેચ જોઈ

અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવાને પોતાનું સપનું જણાવ્યું હતું. એ વખતે તેણે કહ્યું હતું કે, 'પહેલા વાનખેડેમાં બોલ બોય. ગત સીઝનમાં સપોર્ટ બોલર અને હવે ટીમનો બોલર. આ શોટાઈમ છે અર્જુન. બાળપણથી જ હું મુંબઈ ઈન્ડિયન્સનો ઘણો મોટો પ્રશંસક રહ્યો છું. હું તે પછી કોચ, ટીમ માલિકો અને સપોર્ટ સ્ટાફનો મારામાં વિશ્વાસ રાખવા માટે આભાર માનું છું.'

અર્જુને આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું. પછી અર્જુને MIG ક્રિકેટ ક્લબ તરફથી રમતા 31 દડામાં અણનમ 77 રન બનાવ્યા હતા. તે સાથે જ તેણે 3 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોક, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, ક્રિસ ગેલ, સૌરભ તિવારી, અનુકૂળ રોય, સિમરજીત સિંહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ નીશામ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, માર્કો જાનસેન, યુદ્ધવીર સિંહ, એડમ મિલ્ને, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મોહસિન ખાન, નાથન કૂલ્ટર-નાઈલ, પીયૂષ ચાવલા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો