એપશહેર

CSK-RCBની લાઈવ મેચમાં યુવતીએ ઘૂંટણીયે બેસીને કર્યું પ્રપોઝ, બોયફ્રેન્ડે કહ્યું- YES

IPL 2022 Girl Propose BF: આ મેચ દરમિયાન એક ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. છોકરો RCBનો ફેન હતો અને ટીમની જર્સી પહેરીને મેચ જોવા આવ્યો હતો. યુવતીએ તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. ટૂંક સમયમાં જ તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. યુવતીએ તેના પ્રેમીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું.

Edited byદીપક ભાટી | I am Gujarat 4 May 2022, 11:59 pm
મુંબઈ: IPL 2022ની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી તમે જોયું જ હશે કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે. પણ અહીં તો ઊલટું થયું. આ મેચ દરમિયાન એક ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. છોકરો RCBનો ફેન હતો અને ટીમની જર્સી પહેરીને મેચ જોવા આવ્યો હતો. યુવતીએ તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. ટૂંક સમયમાં જ તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. યુવતીએ તેના પ્રેમીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
I am Gujarat RCB Fan Engagement Proposal in CSK vs RCB Match
મેચ દરમિયાન એક ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું

મેચમાં જોવા મળેલો નજારો
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં એક છોકરીએ RCBના ફેન પ્રેમીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. સ્ટેડિયમમાં આ નજારો જોઈને ફેન્સની સાથે સાથે કોમેન્ટેટર્સ પણ ઝૂમી ઉઠ્યા હતા. છોકરાએ હા કહ્યા પછી છોકરીએ તેને રિંગ પહેરાવી હતી. સોશિયલ મીડિયા પર આ અંગે મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.

ચેન્નાઈની બેટિંગ દરમિયાન કર્યું પ્રપોઝ
આ ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 11મી ઓવરમાં બની હતી. તે સમયે ડેવોન કોનવે પીચ પર બેટિંગ કરી રહ્યો હતો. પ્રપોઝ પછી ખેલાડીએ બીજા જ બોલ પર સિક્સર ફટકારી હતી.

બેંગ્લોરે 173 રન બનાવ્યા હતામેચની વાત કરીએ તો મહિપાલ લામોર (42) અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (38)ની શાનદાર બેટિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો