એપશહેર

વિરાટ બન્યો સિમરનજીત, ડિ વિલિયર્સે પણ બદલ્યું નામ, RCBના ધુરંધરોની કોરોના વૉરિયર્સને સલામ

કોરોના વાયરસ સામેના જંગમાં પોતાના જીવ જોખમમાં મૂકી લોકોની સેવા કરનારા ફ્રન્ટ લાઈન વૉરિયર્સને RCB તરફથી 'રૉયલ સેલ્યૂટ'

I am Gujarat 21 Sep 2020, 6:57 pm
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ પોતાની પ્રથમ મેચની પહેલા ગુરુવારે નવી જર્સી રજૂ કરી હતી જેમાં કોવિડ-19 હીરોઝને સન્માનિક કરવાનો નિર્ણય કરાયો હતો. ટીમની જર્સી પર 'માય કોવિડ હીરોઝ' લખવામાં આવ્યું છે. એટલું જ નબીં વિરાટની કેપ્ટનશિપવાળી ટીમના પ્લેયર્સે કોરોના વૉરિયર્સને અલગ અંદાજમાં સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આ જ ક્રમમાં વિરાટ સહિત ઘણા દિગ્ગજ પ્લેયર્સે ટ્વીટર પર પોતાનું નામ કોરોના વૉરિયર્સના નામે બદલી દીધું છે.
I am Gujarat ipl virat kohli becomes simranjeet singh and ab de villiers turns into paritosh pant rcb players tribute corona warriors
વિરાટ બન્યો સિમરનજીત, ડિ વિલિયર્સે પણ બદલ્યું નામ, RCBના ધુરંધરોની કોરોના વૉરિયર્સને સલામ


વિરાટ બન્યો સિમરનજીત સિંહ

વિરાટે પોતાનું નામ સિમરનજીત સિંહ રાખ્યું


બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર પોતાનું નામ સિમરનજીત સિંહ રાખ્યું છે. તે માત્ર ટ્વીટર પર જ નહીં મેદાન પર પણ આ જર્સી પહેરીને રમવા ઉતરશે. બાદમાં કોરોના વિરુદ્ધ લડાઈ માટે આ તમામ જર્સીઓની હરાજી કરી ફંડ એકઠું કરવામાં આવશે.

ડિ વિલિયર્સ બન્યો પારિતોષ પંત

એબી ડિ વિલિયર્સે પોતાનું નામ બદલી પારિતોષ પંત કરી દીધું


કેપ્ટન કોહલીની સાથોસાથ ટીમના મિડલ ઓર્ડર અનુભવી બેટ્સમેન એબી ડિ વિલિયર્સે પણ પોતાનું નામ બદલીને કોરોના વૉરિયર પારિતોષ પંતનું નામ અપનાવ્યું છે.

ક્રિસ મોરિસે અપનાવ્યું નિલાચલાનું નામ

મોરિસે પણ કોરોના વૉરિયરનું નામ લગાવ્યું


સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસે પણ કોરોના વૉરિયર્સને સલામ કરવા પોતાનું નામ બદલીને નિલાચલા પરિદા કરી દીધું છે.

ચહલ બન્યો ડૉક્ટર નાયક

ચહલ બન્યો ડૉક્ટર નાયક


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ પોતાનું નામ બદલીને ડૉ. નાયક કરી દીધું છે.

RCBની ટીમ વિડીયો મેસેજથી પણ કર્યું સલ્યૂટ

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં RCBના પ્લેયર્સ નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમણે જે જર્સી પહેરી છે તેના પર My Covid Heros લખેલું છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોના વૉરિયર્સના યોગદાનને વધાવત તેમને 'રૉયલ સેલ્યૂટ' કર્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો