એપશહેર

IPL: મહેન્દ્ર સિંહ ધોનીએ 7.29 કલાકે લીધો હતો સંન્યાસ, આજે 7.30 કલાકે કરશે કમબેક

મહેન્દ્ર સિંહ ધોની 13 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરી રહ્યો છે.

I am Gujarat 19 Sep 2020, 3:49 pm
આજથી ટી-20 ક્રિકેટની સૌથી લોકપ્રિયા ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની શરૂઆત સાથે જ છેલ્લા 13 મહિનાથી ધોનીની ફેન્સની આતુરતાનો અંત આવશે. સાંજે 7.30 વાગ્યે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર કમબેક કરશે. 2019માં રમાયેલા આઈસીસી વર્લ્ડકપની સેમિફાઈનલ બાદથી જ ધોનીના કમબેકની રાહ જોવાઈ રહી છે. જે હવે પૂરી થશે.
I am Gujarat dhoni 4


ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા આઈસીસી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લીવાર રમતા જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને હાર મળી હતી. ધોનીએ આ મેચમાં 50 રનની ઈનિંગ્સ રમી હતી. આ મેચ બાદથી જ તેના ફેન્સ પોતાના સ્ટાર વિકેટકીપરને બેટિંગમાં પાછા જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. જોકે બાદમાં 15મી ઓગસ્ટ 2020એ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

13 મહિના બાદ થશે ધોનીનું કમબેક
2019ના વર્લ્ડકપ સેમીફાઈનલના 13 મહિના બાદ ધોની પહેલીવાર આજે સાંજે મેદાન પર મેચ રમવા માટે ઉતરશે. 9 જુલાઈ 2019 બાદ 19 સપ્ટેમ્બર 2020એ ધોની મેદાન પર જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનારી આ ઈન્ડિયન પ્રીમિયર લીગની પહેલી મેચમાં ધોની પોતાની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

15 ઓગસ્ટે લીધો હતો સંન્યાસ
ફેન્સને ઉમ્મીદ હતી કે ધોની ઓસ્ટ્રેલિયા સામે રમનારા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત તરફથી રમતો જોવા મળશે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આ વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટને આઈસીસીએ સ્થગિત કરવાનો નિર્ણય લીધો. ધોનીએ 15મી ઓગસ્ટ 2020એ ટ્વીટ કરીને સાંજ 7.29 કલાકથી સંન્યાસ લેવાની જાહેરાક કરી હતી. હવે તે માત્ર ક્લબ ક્રિકેટમાં જ રમતો જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો