એપશહેર

ક્વિન્ટન ડિ કોક ઈન્ટરવ્યુ આપતો હતો, ભૂલતી ત્યાં પહોંચેલા નીતા અંબાણીએ કહ્યું- Sorry

જીતની ખુશી ખેલાડીઓ સાથે શેર કરવા માટે નીતા અંબાણી મેદાનમાં પહોંચ્યા પછી તેમને લાગ્યું કે કંઈક ભૂલ થઈ રહી છે.

I am Gujarat 11 Nov 2020, 3:33 pm
IPL 2020ની ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈએ આ વર્ષની જીત સાથે પાંચમી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ વખતે કોરોના વાયરસના કારણે માહોલ એકદમ અલગ હતો અને આ વર્ષે મહામારીના કારણે IPLની 13મી સીરિઝ દુબઈમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. મુંબઈની જીત બાદ ફ્રેન્ચાઈઝીના માલિક નીતા અંબાણી પર ખુશ થઈને ગ્રાઉન્ડ પર ખેલાડીઓને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા હતા.
I am Gujarat nita ambani said sorry while she came mistakenly in middle of interview of quinton de kock
ક્વિન્ટન ડિ કોક ઈન્ટરવ્યુ આપતો હતો, ભૂલતી ત્યાં પહોંચેલા નીતા અંબાણીએ કહ્યું- Sorry


મેચ જીત્યા પછી ક્વિન્ટન ડિ કોક અને નાથન કૂલ્ટર-નાઈલ લાઈવ ટીવી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ પર પહોંચેલા નીતા અંબાણીને નહોતી ખબર કે આ ખેલાડીઓ ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. પણ જેવી તેમની નજર કેમેરા તરફ ગઈ અને બોલ્યા કે, ઓ.. ઈન્ટરવ્યુ ચાલી રહ્યું છે.. ક્વિન્ટને તથા ઈન્ટરવ્યુઅરે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે પરત જતા રહ્યા હતા.

અચાનક ગ્રાઉન્ડ પર આવીને ક્વિન્ટન પાસે પહોંચેલા નીતા અંબાણીએ કહ્યું કે, જીતની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એક ટીમના માલિકની ખેલાડીઓ પ્રત્યેની ભાવના અંગે પ્રશંસા કરી રહ્યા છે.



દુબઈમાં 50 દિવસ કરતા વધુ સમયથી IPLની સીઝન ચાલી રહી હતી અને મુંબઈ અને દિલ્હીની ફાઈનલ મેચ સાથે તેનો અંત આવ્યો છે. ફાઈનલ મેચ જોવા માટે નીતા અંબાણી સાથે આકાશ અંબાણી પણ સ્ટેડિયમ પર પહોંચ્યા હતા. આકાશે પણ પોતાની ટીમની જીત થયા બાદ ખુશી વ્યક્ત કરવા માટે ગ્રાઉન્ડ પર એન્ટ્રી કરી હતી.

આ સિવાય એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પણ નીતા અંબાણી અને આકાશ મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ખુશી વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. જેમાં નીતા અંબાણી અને આકાશ મેદાનમાં રોહિત શર્માને શુભેચ્છા આપવા ગયા હતા જ્યાં નીતા અંબાણીએ એક પછી એક 10 તાળી રોહિત શર્માને આપીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.


IPLની ફાઈનલમાં પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 157 રનનો લક્ષ્ય મૂક્યો હતો જેની સામે કેપ્ટન રોહિત શર્માની ધમાકેદાર અડધી સદીએ આ લક્ષ્યાંકને આસાન બનાવી દીધો હતો. તેણે અને સાથી ઓપનર ક્વિન્ટન ડીકોકે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ જોડીએ 4.1 ઓવરમાં જ 45 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. ડીકોક 12 બોલમાં 20 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે 19 રનનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્માએ 51 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 68 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ઈશાન કિશને 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 33 રન નોંધાવ્યા હતા. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ બે તથા કાગિસો રબાડા અને માર્ક્સ સ્ટોઈનિસે એક-એક વિકેટ ઝડપી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો