એપશહેર

IPL 2020: ધોની નહીં રવિન્દ્ર જાડેજા બન્યો CSKનો નવો ફિનિશર? 7 બોલમાં પલટી નાખી બાજી

I am Gujarat 30 Oct 2020, 3:30 pm
ચેન્નઈ સુપરકિંગ્સ ભલે આઈપીએલ 2020માંથી બહાર થઈ ગઈ હોય. પરંતુ છેલ્લી બે મેચોથી તે આ સીઝનમાં સારી ક્રિકેટ રમી રહી છે. ગુરુવારે ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવી દીધી. 173 રનના ટાર્ગેટનો પીછો કરતી ચેન્નઈ સુપરકિંગ્સે છેલ્લા બોલ પર મેચ જીતી. એક સમયે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જીત નિશ્ચિત દેખાઈ રહી હતી, પરંતુ જાડેજાએ માત્ર 7 બોલમાં 400ની સ્ટ્રાઈક રેટથી રન બનાવીને મેચ પલટી નાખી.
I am Gujarat ipl 1
ફોટો સૌજન્યઃ BCCI/IPL


જાડેજાનું દમદાર પરફોર્મેન્સ
રવીન્દ્ર જાડેજા જ્યારે ક્રિઝ પર ઉતર્યો તે પહેલા ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના સૌથી સેટ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી. ચેન્નઈને આ બાદ 15 બોલમાં 33 રનની જરૂર હતી. 18મી ઓવરમાં માત્ર 4 રન બન્યા અને આવી જ રીતે ચેન્નઈને 2 ઓવરમાં 30 રનની જરૂર હતી. ચેન્નઈને આ મેચ જીતવા માટે હિટિંગની સૌથી વધુ જરૂર હતી. જોકે સેમ કરણ સરખી રીતે બોલને હિટ નહોતો કરી શકતો, એવામાં જાડેજાએ ટીમને જીત અપાવીને સાહસ બતાવ્યો.

ફર્ગ્યુસનની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો
આઈપીએલના સૌથી ઝડપી બોલર્સમાંથી એક લોકી ફર્ગ્યુસનને કેકેઆરની ટીમ 19મી ઓવર આપવી હતી. તેણે પહેલા ત્રણ બોલમાં માત્ર 2 રન આપ્યા. આ બાદ જાડેજાએ ચોથા બોલ પર ચોગ્ગો માર્યો. ફર્ગ્યુસને આગલા બોલ નો બોલ ફેંક્યો, જેમાં જાડેજાએ 2 રન લીધા સાથે ફ્રી હિટ પર છગ્ગો માર્યો, તથા અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ઓવરમાં 20 રન બનાવી લીધા.

છેલ્લી ઓવરનો રોમાંચકેકેઆરે છેલ્લી ઓવર પોતાના યુવા બોલર કમલેશ નાગરકોટીને આપી. જેણે પહેલા 3 બોલમાં માત્ર 3 રન આપ્યા. આ બાદ જાડેજાએ પણ એક બોલ ખાલી કાઢ્યો. એવામાં કોલકાતા ફરીથી મેચમાં પાછી આવી ગઈ હતી, છેલ્લા બે બોલમાં ચેન્નઈને 7 રનની જરૂર હતી અને જાડેજાએ બંને બોલ પર છગ્ગા માર્યા અને ટીમને જીત અપાવી દીધી. જણાવી દઈએ કે જાડેજાએ પહેલા 4 બોલમાં માત્ર 3 રન કર્યા હતા અને આગલા 7 હોલમાં તેણે 28 રન બનાવી નાખ્યા. જાડેજાએ ઝડપથી 31 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી તથા પોતે સીએસકેનો મેચ ફિનિશર હોવાની પણ જાણકારી આપી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો