એપશહેર

AUS પ્રવાસમાં 'ઈજાગ્રસ્ત' રોહિતને સ્થાન નહીં, ટીમની જાહેરાત બાદ નેટ પ્રેક્ટિસ કરતા દેખાયો

I am Gujarat 27 Oct 2020, 3:04 pm
પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરએ લિમિટેડ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માની હેમસ્ટ્રિંગ ઈજાની સ્થિતિને લઈને વધારે પારદર્શિતા બતાવવાની અપીલ કરી છે. કારણ કે ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં રોહિતનું સિલેક્શન ન કરાયાના થોડા જ કલાકો બાદ તે મુંબઈ ઈન્ડિયન્સની નેટ્સ પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.
I am Gujarat rohi


ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિતની ફિટનેસ વિશે વિસ્તારથી નથી જણાવ્યું તથા સોમવારે ઓસ્ટ્રેલિયા ટૂર માટે ટી-20, વન-ડે તથા ટેસ્ટ ટીમની જાહેરાત કરતા કહેવાયું હતું કે તેઓ રોહિતના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. જોકે આ દિવસે જ મુંબઈ ઈન્ડિયન્સની નેટ્સ પર રોહિત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો.

ગાવસ્કરે કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલાકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શારજાહમાં રમાયેલી મેચ દરમિયાન કહ્યું કે, આપણે ટેસ્ટ મેચોની વાત કરી રહ્યા છીએ, જે દોઢ મહિના બાદ રમાશે. હકીકતમાં તેને શું સમસ્યા છે તેનાથી બધાને સમજવામાં મદદ મળશે. અને જો તે મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ્સ પર અભ્યાસ કરી રહ્યા છે, તો ઈમાનદારીથી કહું તો હું નથી જાણતો કે તેમને કેવા પ્રકારની ઈજા થઈ છે.

ગાવસ્કર વધુમાં કહે છે, મને લાગે છે કે તેમની સાથે શું સમસ્યા છે તેને લઈને થોડી પારદર્શિતા, થોડું ખુલ્લાપણું રાખવાથી દરેને તેમની સમસ્યા સમજવામાં મદદ મળશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ ટી-20, ત્રણ વન-ડે તથા ચાર ટેસ્ટ મેચ રમાવાની છે. સીરિઝ 27મી નવેમ્બરથી શરૂ થશે. ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ પણ ઈજાના કારણે કિંગ્સ ઈલેવન પંજાબની પાછલી બે મેચોમાં રમ્યો નહોતો પરંતુ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ગાવસ્કરે કહ્યું કે, ભારતીય ક્રિકેટ પ્રશંસક આ વિશે વધારે જાણવાના હકદાર છે. હું ફ્રેન્ચાઈઝીને જેટલી ઓળખું છું તે પોતાનું રહસ્ય ખોલવા નથી ઈચ્છતી. તે વિરોધી ટીમને મનોવૈજ્ઞાનિક લાભ આપવા નથી ઈચ્છતી. તેમણે કહ્યું કે, પરંતુ અહીં આપણે ભારતીય ટીમ વિશે વાત કરી રહ્યા છીએ. અહીં સુધી કે મયંક અગ્રવાલ ઉદાહરણછે. એક ભારતીય ક્રિકેટ પ્રેમી જાણવા ઈચ્છે છે કે આ બંને ખેલાડીઓ સાથે શું સમસ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો