એપશહેર

KXIP Vs DC: શિખર ધવને ફટકારી સતત બીજી સદી, IPLમાં રચ્યો ઈતિહાસ

માત્ર 57 બોલમાં જ ફટકારી સદી, ઈનિંગની 19મી ઓવરમાં પૂરી કરી પોતાની સદી

I am Gujarat 20 Oct 2020, 11:05 pm
આઈપીએલનો 38મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે દુબઈના મેદાન પર રમાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સના ધુરંધર ઓપનર શિખર ધવને યુવા પેસર અર્શદીપ સિંહની ઈનિંગની 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દમદાર ઓપનરે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે સદી ફટકારી હતી.
I am Gujarat bcci


IPLમાં સતત બીજી સદી
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શિખર ધવન શરુઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આઈપીએલમાં શિખર ધવનની આ બીજી સદી છે. શિખર ધવને અર્શદીપના ઓવરના ચોથા બોલ પર દોડીને 2 રન પૂરા કર્યા અને સદી પણ ફટકારી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ફટકારી સદી
આ પહેલા શિખર ધવને પોતાના ગત આઈપીએલ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ શારજાહમાં પણ 101 રનની અણનમ ઈનિંગ રમી હતી. ધવને પોતાના કરિયરમાં 34 ટેસ્ટ, 136 વન ડે અને 61 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. તેના નામે ટેસ્ટમાં 2315, વનડેમાં 5688 અને ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 1588 રન બનાવ્યા છે.

28 બોલમાં પૂરી કરી અડધી સદી
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવન અને પૃથ્વી શૉ ઓપનિંગમાં ઉતર્યા હતાં. એકબાજુ દિલ્હીની વિકેટો પડતી રહી પરંતુ બીજી બાજુથી શિખરે છેડો સંભાળ્યો હતો. તેણે માત્ર 28 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી.

Read Next Story