એપશહેર

IPL: સનરાઈઝર્સ હૈદરાબાદનો 'યોર્કર કિંગ' બોલર બન્યો પિતા, વોર્નરે પાઠવી શુભકામના

I am Gujarat 7 Nov 2020, 1:04 pm
UAEમાં રમાઈ રહેલી IPL 2020માં શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં હૈદરાબાદની ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી. આ જીતમાં કેન વિલિયમસન ઉપરાંત હૈદરાબાદના બોલર્સનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. જેસન હોલ્ડરે જ્યાં 3 વિકેટ લીધી, તો ઝડપી બોલર ટી. નટરાજને પણ કમાલનું પ્રદર્શન કરતા 2 વિકેટ પોતાના નામ કરી.
I am Gujarat natarajan


નટરાજન માટે શુક્રવારે પોતાની ટીમને IPL 2020ની ફાઈનલમાં પહોંચાડવા ઉપરાંત અન્ય એક ખુશખબર આવી હતી. તેની પત્ની પવિત્રા નટરાજને એક બાળકને જન્મ આપ્યો છે અને તે પિતા બની ગયો. આ અવસરે હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીએ પણ આ કપલને શુભકામનાઓ પાઠવી હતી.

મેચ બાદ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પણ તેને શુભકામનાઓ પાઠવી. નટરાજને 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે વોશિંગ્ટન સુંદર તથા એબી. ડિવિલિયર્સને આઉટ કર્યા હતા. મેચ દરમિયાન નટરાજને પરફેક્ટ યોર્કર બોલથી ડિવિલિયર્સને ક્લીન બોલ્ડ કર્યો હતો, જેના કારણે પૂર્વ ક્રિકેટરોએ પણ તેની બોલિંગની ખૂબ પ્રશંસા કરી હતી.

અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ડેવિડ વોર્નરની ટીમ હૈદરાબાદના કેન વિલિયમ્સનની શાનદાર ઈનિંગ્સની મદદથી બેંગ્લોરને 6 વિકેટે હરાવી દીધું. આ સાથે જ તેણે ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી અને હવે તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે હશે. બેંગ્લોર માટે એબી ડિવિલિયર્સે 56 રનની ઈનિંગ્સ રમી હતી પરંતુ હૈદરાબાદના બોલર્સ સામે આરસીબીની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો