એપશહેર

IPL 13: KXIP સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે વિરાટ કોહલીને 12 લાખનો દંડ

કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં પહેલી ઈનિંગ્સ 1 કલાક 51 મિનિટ લાંબી ચાલી હતી.

I am Gujarat 25 Sep 2020, 9:10 am
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ગુરુવારે રમાયેલી મેચ વિરાટ કોહલી માટે સૌથી ખરાબ દિવસ કહી શકાય. આ મેચમાં કોહલીએ કે.એલ રાહુલના બે કેચ છોડ્યા. બાદમાં ટીમ 97 રનના મોટા અંતરે હારી ગઈ. હવે ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પંજાબ સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
I am Gujarat virat 2
ફોટો ક્રેડિટઃ BCCI/IPL


ક્રિકબઝની રિપોર્ટ મુજબ, મેચમાં કોહલીએ શરૂઆતમાં ત્રણ ઝડપી બોલર્સને ઉતાર્યા હતા. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચની પહેલી ઈનિંગ્સ 1 કલાક અને 51 મિનિટ સુધી લાંબી ચાલી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

IPLની આ સીઝનમાં RCBને સ્લો ઓવર રેટ માટે પહેલીવાર IPLના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ દંડ કરવામાં આવ્યો હતો. મેચની શરૂઆતમાં ટોસ જીતીને કોહલીએ એટલા માટે ફિલ્ડીંગનો નિર્ણય લીધો હોતો કે તેને વિશ્વાસ હતો કે તેની ટીમ સરળતાથી ટાર્ગેટનો પીછો કરી શકશે. જોકે મેચની બીજી ઈનિંગ્સમાં કંઈ અલગ જ થયું.

પહેલી ઈનિંગ્સની વાત કરીએ તો 16મી ઓવરમાં કિંગ્સ ઈલેવન પંજાબનો સ્કોર 3 વિકેટ પર 132 રન હતો. આ બાદ વિરાટ કોહલીની ખરાબ ફિલ્ડીંગના કારણે કિંગ્સને ફાયદો મળ્યો. કે.એલ રાહુલના સદી મારતા પહેલા બે વખત કેચ આઉટ થવાની સંભાવના હતી. જોકે બંને વખતે વિરાટ કોહલીએ તેનો કેચ છોડી દીધો. રાહુલને પહેલું જીવનદાર 83 રને અને બીજું 89 રને મળ્યું હતું. રાહુલની મદદથી પંજાબે છેલ્લી 4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 71 રન બનાવી દીધા અને સ્કોર 206 સુધી પહોંચાડી દીધો.

મેચની બીજી ઈનિંગ્સની વાત કરીએ તો વિરાટ કોહલી કંઈ ખાસ નહોતો કરી શક્યો અને ચોથા ક્રમે રમવા ઉતરીને 5 બોલમાં 1 જ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબના બોલિંગ આક્રમણ સામે બેંગ્લોરની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ અને આખી ટીમ 17 ઓવરમાં 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Read Next Story