એપશહેર

IPL Ahmedabad Weather: ગુજરાત-ચેન્નઈની મેચમાં વરસાદ બનશે વિલન? ફેન્સની આશાઓ પર પાણી ફેરવી નાખશે?

IPL 2023 Weather Update:ગુજરાતમાં ક્રિકેટ કાર્નિવલ એટલે કે IPLની ઓપનિંગ સેરેમની થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. જોકે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચમેચ સામે સંકટ પણ આવી શકે છે. જાણો આ અંગે વિગતવાર માહિતી

Authored byParth Vyas | I am Gujarat 31 Mar 2023, 10:33 am

હાઈલાઈટ્સ:

  • IPLની 16મી સિઝનનો આજથી શુભારંભ
  • ગુજરાત અને ચેન્નઈની મેચ સામે સંકટના વાદળો
  • ઓપનિંગ સેરેમનીમાં 1500 ડ્રોનનો શો યોજાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat file pic
ફાઈલ ફોટો
અમદાવાદઃ ભારતમાં ક્રિકેટનો તહેવાર એટલે કે IPL શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની અને ગુજરાત ટાઈટન્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો ક્રેઝ અલગ જ લેવલ પર જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત આજે 31 માર્ચથી એટલે કે શુક્રવારથી થવા જઈ રહી છે. આની પહેલી મેચમાં સ્ટેડિયમ દર્શકોથી ખિચોખિચ ભરાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો બીજી બાજુ આ મેચ રમાય એની પહેલા જ ફેન્સ માટે ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જાણો એવું તો કયુ પાસુ છે જે મેચ પર અસર કરી શકે છે.
આ કારણ બનશે ગેમચેન્જર
અમદાવાદ શહેરમાં અત્યારે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે. જ્યારે ગત રાત્રે પણ વરસાદી ઝાપટા શહેરના ઘણા વિસ્તારોમાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 એપ્રિલ સુધી અમદાવાદ સહિત ગુજરાતના અનેક પ્રદેશમાં વરસાદ ખાબકી શકે છે. જ્યારે આજે એટલે કે 31 માર્ચે અમદાવાદમાં બપોરે વરસાદ ખાબકી શકે છે. તેવામાં ફેન્સ માટે ખરાબ સમાચાર પણ હોઈ શકે છે.

IPL મેચ દરમિયાન શું થશે!
ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહી કરતી વેબસાઈટ એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં બપોરે વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે આ સાંજે અને રાત્રે ઓછો વરસાદ પડે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન 20 ટકા જેટલો જ વરસાદ ખાબકી શકે છે.

સ્ટેડિયમ બહાર સેલ્ફિ પોઈન્ટ ઉભો કરાયોઓપનિંગ સેરેમની દરમિયાન સ્ટેડિયમની બહાર એક સેલ્ફી પોઈન્ટ રખાયો છે. જ્યાં ફેન્સ એકસાથે ફોટોઝ પણ ક્લિક કરી શકશે. વળી અહીં લાખો લોકો હાજરી આપે એવી શક્યતાઓ પણ જણાઈ રહી છે. IPLની ઓપનિંગ સેરેમની પહેલીવાર અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થઈ રહી છે. અગાઉ કોલકાતા અથવા મુંબઈમાં જ આનું આયોજન થતું હતું.

Read Next Story