એપશહેર

10 મહિના BCCI અધ્યક્ષ રહ્યા પછી સૌરવ ગાંગુલી રાજકારણમાં એન્ટ્રી કરશે?

Tejas Jinger | I am Gujarat 15 Oct 2019, 1:40 pm
મુંબઈઃ શું BCCI ચીફનો 10 મહિનાનો કાર્યકાળ સંભાળ્યા પછી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી રાજકારણમાં એન્ટ્રી કરવાના છે? ચર્ચાઓનું માનીએ તો “પ્રિન્સ ઓફ કોલકાતા”ના નામથી જાણીતા ગાંગુલી 2021માં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનો ચહેરો બનવા માટે તૈયાર થઈ ગયા છે. જોકે, ગાંગુલીએ આ વાતોનો સાફ ઈનકાર કર્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ભાજપ ગાંગુલી વચ્ચે થઈ છે ડીલ?ગાંગુલી માત્ર 10 મહિના માટે BCCI અધ્યક્ષ બનાવા માટે તૈયાર થયા તેની પાછળ ઘણાં સવાલ ઉઠી રહ્યા છે. આ રીતે અધ્યક્ષ બનવું ગાંગુલી માટે ફાયદા કરતા નુકસાનવાળું વધારે છે. અધ્યક્ષ બન્યા પછી ગાંગુલીને કોમેન્ટ્રી અને મીડિયા કોન્ટ્રાક્ટથી થનારી લગભગ 7 કરોડ રુપિયાની આવક પર બ્રેક લાગી જશે. અધ્યક્ષ બન્યા પછી ગાંગુલી આવી ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે. આ સાથે ટીમના કોચ બનવાનું સપનું પણ પૂરું થઈ જશે. જણાવી દઈએ કે ગાંગુલીએ કહ્યું હતું કે તેઓ ટીમના કોચ બનવા માગે છે. કહેવાય છે કે, ગાંગુલી અધ્યક્ષ બનવા માટે એટલા માટે તૈયાર થઈ ગયા, કારણ કે તેઓ બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો બનવાની ઓફર સ્વીકારવાના છે. જ્યાં સુધીમાં તેમનો કાર્યકાળ સમાપ્તીના આરે આવશે ત્યાં સુધીમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના બ્યુગલ વાગવાના શરુ થઈ ગયા હશે.ડીલ અંગે ગાંગુલીએ કર્યો છે ઈનકારજોકે, સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું તેઓ 2021માં ભાજપનો બંગાળમાં ચહેરો બનશે, તો તેમણે કહ્યું, “કોઈ રાજકીય નેતા મારા સંપર્કમાં નથી, અને આજ હકીકત છે. જ્યાં સુધી મમતા દીદીની વાત છે હું તો તેમનો શુભેચ્છા સંદેશ મેળવીને ખુશ છું.” પરંતુ હકીકત એવી પણ છે કે સૌરવ ગાંગુલી અમિત શાહ, અનુરાગ ઠાકુર અને હેમંત બિસ્વા શર્માને મળ્યા છે.
ભાજપનો સાથ47 વર્ષના ગાંગુલીને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ BCCI અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને અસમના ભાજપના નેતા હેમંત બિસ્વા સરમાનો પણ સાથ મળ્યો. ભાજપનો સાથ જે રીતે ગાંગુલીને મળ્યો, તેનાથી ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ગાંગુલીએ એક ફોટો પણ ટ્વીટર પર શેર કર્યો છે જેમાં અનુરાગ ઠાકુરની સાથે દેખાય છે. તેમણે પૂર્વ BCCI અધ્યક્ષનો આભાર પણ વ્યક્ત કર્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો