એપશહેર

પતિ શોએબ મલિકના રિટાયર્મેન્ટ પર સાનિયા મિર્ઝાનો ભાવુક મેસેજ

Shailesh Thakkar | IANS 6 Jul 2019, 9:38 pm
હૈદરાબાદ: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેની પત્ની અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના પતિ માટે એક ભાવુક પોસ્ટ લખ્યો છે, જેમાં તેણે કહ્યું તેને અને તેના દીકરા ઈઝ્હાનને શોએબની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. સાનિયાએ લખ્યું કે, ‘દરેક વાર્તાનો એક અંત હોય છે પણ જીવનમાં દરેક અંત બાદ એક શરૂઆત હોય છે. તમે તમારા દેશ માટે 20 વર્ષ ક્રિકેટ રમ્યું અને તમે બેહન સન્માન અને માનવતા સાથે આ બધું કર્યું… તમે જે કંઈ પણ હાંસલ કર્યું છે તેના પર મને અને ઈઝ્હાનને ખૂબ ગર્વ છે.’ શોએબે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની છેલ્લી મેચ બાદ વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પાકિસ્તાને શુક્રવારે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી મેચ રમી, જેમાં તેણે બાંગ્લાદેશને 94 રને હાર આપી. શોએેબે શુક્રવારે લખ્યું, ‘આજે હું વન-ડે ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું. હું જેટલા પણ ખેલાડી અને પ્રશિક્ષકો સાથે રમ્યો તેમનો આભાર. સાથે જ મારા પરિવાર, દોસ્તો, મીડિયા અને પ્રાયોજકોનો પણ આભાર. ખાસ કરીને મારા પ્રશંસક… હું તમને બધાને પ્રેમ કરું છું.’ શોએબે 1999માં પોતાની પ્રથમ વન-ડે મેચ શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો