એપશહેર

અમ્પાયરે બેન સ્ટોક્સની વાત માની હોત તો NZ ચેમ્પિયન બનત!

Shailesh Thakkar | I am Gujarat 17 Jul 2019, 5:11 pm
લંડન: ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સભ્ય જેમ્સ એન્ડરસન અનુસાર, વર્લ્ડ કપની જીતના હીરો બેન સ્ટોક્સે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ફાઈનલમાં અમ્પાયર્સને ટીમના સ્કોરમાંથી ઓવર થ્રોના ચાર રન હટાવવા માટે કહ્યું હતું જે અંતે નિર્ણાયક સાબિત થયા. ન્યૂઝીલેન્ડના ફિલ્ડર માર્ટિન ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટ સાથે ટકરાઈને ચાર રન માટે જતો રહ્યો હતો. ભાગીને લીધેલા બે રન અને ઓવર થ્રોના ચાર રન સાથે સ્ટોક્સને 6 રન આપવામાં આવ્યા જ્યારે ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, પાંચ જ રન મળવા જોઈતા હતા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામે એક રનથી હારનો સામનો કરવો પડત. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 241 રન બનાવ્યા હતા જેની સામે ઈંગ્લેન્ડે પણ 241 રન બનાવતા મેચ ટાઈ પડી. બાદમાં બંને ટીમોએ સુપર ઓવરમાં પણ 15-15 રન બનાવ્યા. અહીં મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારવાના આધારે ઈંગ્લેન્ડને ચેમ્પિયન ગણવામાં આવ્યું. ટેસ્ટ ટીમમાં સ્ટોક્સના સાથી એન્ડરસને કહ્યું કે, આ ઑલરાઉન્ડરે ઓવર થ્રોના તરત બાદ હાથ ઉઠાવીને માફી માગી લીધી હતી અને અમ્પાયર્સને અપીલ કરી હતી કે, તે પોતાનો નિર્ણય બદલે.
એન્ડરસને BBCને કહ્યું, ‘ક્રિકેટની શિષ્ટતા એ છે કે, જો બોલ સ્ટમ્પ તરફ ફેંકવામાં આવે અને તે તમને ટકરાઈને ખાલી જગ્યાએ જાય તો તમે રન ન લો પણ જો તે બાઉન્ડ્રીની બહાર જતી રહે તો નિયમો અનુસાર તે ચોગ્ગો છે અને તમે તેમાં કંઈ જ ન કરી શકો.’ એન્ડરસને કહ્યું કે, ‘બેન સ્ટોક્સ અસલમાં અમ્પાયર્સ પાસે ગયો હતો અને કહ્યું, શું તમે આ ચાર રન હટાવી શકો, અમારે આ રન નથી જોઈતા પણ આ નિયમ છે અને એવું જ છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો