વનડેના નંબર-1 બોલર જસપ્રિત બુમરાહે એક ખુલાસો કર્યો છે. 25 વર્ષનો ફાસ્ટ બોલર હજુ સિંગલ છે માટે તેના નામ વિવિધ એક્ટ્રેસ અને સેલિબ્રિટી સાથે જોડવામાં આવી રહ્યા છે. બુમરાહને બે બોલિવૂડ એક્ટ્રેસના ઓપ્શન આપવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે તેને કોણ પસંદ છે. ત્યારે જસપ્રીત બુમરાહનો જવાબ સાંભળીને એંકર પણ આશ્ચર્યમાં પડી ગઈ.પીટી ટી-શર્ટ પહેરેલા બુમરાહને જ્યારે સવાલ પૂછવાની સાથે કહ્યું કે સમજી વિચારીને જવાબ આપજો. એવું એટલા માટે કે અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે. બુમરાહના વિરાટ કોહલી સાથે સારા સંબંધ છે અને તેના કારણે તેણે દીપિકાનું નામ લઈને સેફ ગેમ રમી. બુમરાહે કહ્યું, “આ સેફ ઓપ્શન નથી.” બુમરાહે પોતાનો જવાબ આપીને એંકરને આશ્ચર્યમાં મૂકી દીધી.આ પછી અન્ય એક સવાલ આલિયા-પરિણિતી પર હતોએંકરે ફાસ્ટ બોલરને બાઉન્સર સવાલ ફેંક્યો. તેણે પૂછ્યું કોણ વધારે મસ્તી ખોર છે આલિયા ભટ્ટ કે પરિણિતી ચોપરા? જેના પર બુમરાહે કહ્યું, “મેં આલિયાની કેટલીક ફિલ્મો જોઈ છે, માટે આલિયા.” જેના પર એંકરે પૂછ્યું તમે આલિયાને પ્રેમ કરો છો? બુમરાહે જવાબમાં કહ્યું, “મેં તેની કેટલીક ફિલ્મ જોઈ છે, તો પોતાનો જવાબ તે સંબંધમાં આપ્યો.”
અ’વાદઃ સાઉથ બોપલમાં ફ્લેટ પર વીજળી પડ્યાનો વિડીયો વાયરલ