એપશહેર

...તો આ કારણે જયદેવ ઉનડકટ બની ગયો IPL 2018નો સૌથી મોંઘો બોલર

Yogesh Gajjar | I am Gujarat 29 Jan 2018, 5:38 pm
I am Gujarat jayadev unadkat becames the costliest bowler of ipl 2018
...તો આ કારણે જયદેવ ઉનડકટ બની ગયો IPL 2018નો સૌથી મોંઘો બોલર


IPL 11નો સૌથી મોંઘો બોલર બન્યો ઉનડકટ

જયદેવ ઉનડકટને આઈપીએલ 11ની હરાજીમાં ભારે કિંમત મળી છે. આ સાથે જ તે આ સીઝનમાં સૌથી મોંઘો બોલર બની ગયો છે. ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 11.50 કરોડમાં ખરીદ્યો. હરાજીના બીજા દિવસે ઉનડકટ માટે લાગેલી બોલી જોત જોતામાં જ 10 કરોડ રૂપિયાથી ઉંપર પહોંચી ગઈ.

રાજસ્થાને 11.50 કરોડમાં ખરીદ્યો

પહેલા ઉનડકટ માટે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે હોડ મચી હતી પરંતુ છેલ્લે બાજી રાજસ્થાન રોયલ્સે મારી અને તેને 11.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો. ઉનડકટ ડાબોડી બોલર છે જે તેના માટે પ્લસ પોઈન્ટ સાબિત થયો છે. 26 વર્ષિય ઉનડકટ ખૂબ જ અનુશાસિત બોલર છે. અત્યાર સુધીમાં તે ભારત માટે 4 ટી-20 મેચ અને 7 વન-ડે અને 1 ટેસ્ટ મેચમાં રમી ચૂક્યો છે.

આ કારણે લાગી જબરજસ્ત બોલી

IPL 11ની હરાજીમાં જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે ભારે ભરકમ રકમ આપીને ખરીદ્યો, પણ તેની પાછળનું સૌથી મોટું કારણ છે તેની શાનદાર બોલિંગ. શોર્ટ ફોર્મેટની મેચોમાં ઉનડકટને ડેથ ઓવર્સમાં ખૂબ જ સારી બોલિંગ કરે છે. અને આ યાદીમાં તે બીજા સ્થાન પર છે. પાછલી આઈપીએલની સીઝનમાં તેણે 12 મેચોમાં 24 વિકેટ મેળવી હતી.

ગત IPL સીઝનમાં રહ્યો સફળ બોલર

IPLની ગત સીઝનમાં તે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમનો ભાગ હતો. જેમાં તેણે હેટ્ટ્રિક સાથે 24 વિકેટો લીધી હતી. તે બોલને સ્વિંગ કરાવવામાં માસ્ટર છે અને ડેથ ઓવર્સમાં ખૂબ જ ઓછા રન આપે છે. નેહરા અને ઝહીરના સન્યાસ લીધા બાદથી જ ડાબોડી બોલરની કમી અનુભવાતી હતી. જેના કારણે તે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. શ્રીલંકા સામેની સીરિઝમાં પણ તેને સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. અને તે સીરિઝમાં મેન ઓફ ધ સીરીઝ પણ રહ્યો હતો. તેની આ ખાસિયતોને કારણે જ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ માટે તેને સિલેક્ટ કરવામાં આવ્યો છે.

ચેન્નઈ અને કિંગ્સ ઈલેવનની જંગમાં રોયલ્સે બાજી મારી

નિલામી દરમિયાન જયદેવ ઉનડકટને ખરીદવા માટે ચેન્નઈ સુપરકિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જોરદાર જંગ જામી હતી. પરંતુ રાજસ્થાન રોયલ્સે તેને સૌથી વધારે કિંમત આપીને પોતાની ટીમનો હિસ્સો બનાવી લીધો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો