એપશહેર

માત્ર 3 જ સેકન્ડમાં કોહલીએ લીધો હતો આ મહત્વનો નિર્ણય, ગાંગુલીએ કરી સ્પષ્ટતા

Gaurang Joshi | I am Gujarat 2 Nov 2019, 11:44 pm
કોલકાતાઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે ખુલાસો કર્યો કે બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમવા માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 3 જ સેકન્ડમાં પોતાની સહમતિ આપી હતી. ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ બનવાના એક જ અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં બદલાવ કરવામાં સફળ રહ્યો હતો. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિનો સભ્ય હતો ત્યારે 3 વર્ષ પહેલા ડોમેસ્ટિક મેચમાં પણ ગુલાબી બોલથી મેચ રમી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ચાર વર્ષ પહેલા રમાઈ હતી મેચ ભારત જોકે, પહેલીવાર બાંગ્લાદેશ સામે 22થી 26 નવેમ્બર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ રમશે. પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ગાંગુલીએ મુંબઈમાં 24 ઓક્ટોબરના રોજ પસંદગી સમિતિની બેઠક પહેલા કોહલી સાથે બેઠક વિશે વાત જણાવી હતી. શું કહ્યું ગાંગુલીએ? ગાંગુલી કહ્યું,’ઈમાનદારીથી કહું તો મને ખબર નથી કે શું કારણ હતું કે તે (એડિલેડમાં) ડે નાઈટ ટેસ્ટ મેચ રમવા ઈચ્છતા નહોતા. મેં એક કલાક સુધી વાત કરી અને પહેલો સવાલ એ હતો કે આપણે ડે નાઈટ ટેસ્ટ રમવી પડશે અને માત્ર ત્રણ જ સેકન્ડમાં જવાબ મળી ગયો કે તમે આવું કરી શકો છો’ ગાંગુલી અહીં પાંચ વખતના ‘આઈસીસીના વર્ષના સર્વશ્રેષ્ઠ અમ્પાયર’ રહેલા સીમોન ટોફેલના પુસ્તક ‘ફાઈન્ડિંગ ધ ગેપ્સ’ના લોકાર્પણ પર બોલી રહ્યાં હતાં. ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે દર્શકોનું નિરાશ વલણ ભારતીય ટીમે આ પહેલા ગત વર્ષે એડીલેડ ઓવલમાં ગુલાબી બોલથી રમવાનો ઓસ્ટ્રેલિયાનો આગ્રહ નામંજૂર કર્યો હતો. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો વિચાર પણ અમલમાં નહોતો આવ્યો. ગાંગુલીએ કહ્યું કે,’હું નથી જાણતો કે ભૂતકાળમાં શું થયું અને તેના કારણો શું હતાં પરંતુ મેં એ જાણ્યું કે તેને (કોહલી)ડે નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે.’ તેમણે કહ્યું કે,’હું જાણું છું કે ટી20માં પ્રત્યેક સ્ટેન્ડ ખીચોખીચ ભરાયેલું હોય છે. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં યોગ્ય માળખાથી દર્શકોનું કમબેક થઈ શકે છે. આ ભારત માટે શરુઆત છે. મારુ માનવું છે કે આમ કરવાથી ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી સારા દિવસો આવશે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો