એપશહેર

હૈદરાબાદને હરાવી પ્લેઑફમાં પહોંચી કોલકાતા નાઈટ રાઈડર્સ

Shailesh Thakkar | I am Gujarat 19 May 2018, 11:46 pm
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL11ની પોતાની છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવાની સાથે પ્લેઑફમાં સ્થાન મેળવી લીધું છે. સનરાઈઝર્સે 20 ઓવરમાં 9 વિકેટે 172 રન બનાવ્યા હતા જેની સામે કોલકાતાએ અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર શિખર ધવન અને શ્રીવત્સ ગોસ્વામીએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 79 રનની ભાગીદારી નોંધાવી હતી. ગોસ્વામી (35)ના આઉટ થયા બાદ ત્રીજા સ્થાને આવેલા કેન વિલિયમ્સને આક્રમક બેટિંગ કરતા 17 ઓવરમાં 36 રનની ઈનિંગ રમી હતી. બીજા છેડે શિખર ધવને પોતાની અર્ધ સદી પૂરી કરી હતી. જોકે, આ બંનેના આઉટ થયા બાદ કોઈ ખેલાડી સારા રન બનાવી શક્યું નહોતો અને ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. કોલકાતા માટે પ્રસિધ ક્રિશ્નાએ 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. 173 રનનો પીછો કરવા ઉતરેલા KKRના ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત કરી હતી અને 3.5 ઓવરમાં જ 50 રન પૂરા કરી લીધા હતા. સુનિલ નારાયણે 10 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા રોબિન ઉથપ્પાએ ઓપનર ક્રિસ લિન સાથે મળીને ટીમને આગળ વધારી હતી. બંને વચ્ચે 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ દરમિયાન લિને અડધી સદી પૂરી કરી હતી. જોકે, તે 55 રન બનાવી આઉટ થયો હતો પણ ઉથપ્પાએ કેપ્ટન દિનેશ કાર્તિક સાથે મળી ટીમને જીત સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી હતી. ઉથપ્પા 45 રનના અંગત સ્કોરે આઉટ થયો ત્યારે KKR જીતની અણીએ પહોંચી ચૂકી હતી. બાદમાં કાર્તિકે છેક સુધી ઊભા રહી ટીમને જીતાડી હતી. આ જીત સાથે કોલકાતાના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઑફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. બીજી તરફ SRH પહેલેથી જ પ્લેઑફમાં પહોંચી ગઈ છે જેથી તેને આ હારથી વધારે કોઈ નુકસાન થયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો