એપશહેર

Ind Vs NZ : બીજી ટી20માં દેખાયા #MeTooના પોસ્ટર્સ, જાણો કેમ

Shailesh Thakkar | I am Gujarat 9 Feb 2019, 4:46 pm

આ ક્રિકેટરના વિરોધમાં #MeToo પોસ્ટર્સ ફરકાવ્યા

ન્યૂઝીલેન્ડના ઑલરાઉન્ડર સ્કૉટ કગીલેન ટી20 ઈન્ટરનેશનલ ટીમમાં નવું નામ છે પણ તેને ઑકલેન્ડના ઈડન પાર્કમાં કેટલાક લોકલ દર્શકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સીરિઝની બીજી ટી20 મેચમાં જ્યારે કગીલેન બેટિંગ માટે ઉતર્યો ત્યારે તેના વિરુદ્ધ કેટલાક ફેન્સે નારેબાજી કરી છે.

મહિલા પર રેપ કર્યો હોવાનો આરોપ

આ ઉપરાંત શુક્રવારે ઈડન પાર્કમાં તેના વિરુદ્ધ કેટલાક પોસ્ટર્સ પણ દેખાયા. એક મહિલાએ પોસ્ટર લીધું હતું જેના પર લખ્યું હતું – જાગો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ #MeToo. અસલમાં કગીલેન પર વર્ષ 2015માં એક મહિલા સાથે રેપ કરવાના આરોપ લાગ્યા હતા. આ મામલો 2016માં કોર્ટમાં ગયો હતો અને ટ્રાયલ દરમિયાન કગીલેને માન્યું કે, બે વખત ના પાડવા છતા તેણે મહિલા સાથે બળજબરી કરી.

કોર્ટ જ્યૂરી દોષી ન માન્યો

કગીલેન પર આરોપ હતો કે, 17 મે 2015ના રોજ હેમિલ્ટન ઈસ્ટના એક ફ્લેટમાં એક મહિલા સાથે રેપ કર્યો હતો. વર્ષ 2017માં એક કોર્ટની જ્યૂરીએ તેને દોષી માન્યો નહોતો. 27 વર્ષના કગીલેનના હવાલેથી stuf.nzમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર. આ ક્રિકેટરે કોર્ટમાં કહ્યું કે, મહિલાએ બે વાર ‘નો-નો’ કહ્યું હતું પણ તે અનેકવાર નહોતું. જોકે, બીજા જ દિવસે કગીલેને તે મહિલાની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર પણ થયો વિરોધ

કેટલાક ફેન્સને એ વાતથી વાંધો હતો કે, તેને ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. ઈડન પાર્કમાં દેખાડવામાં આવેલા એક પોસ્ટર પર લખ્યું હતું – ના એટલે ના (No Means No). જોકે, આ પ્રકારના બેનર વેસ્ટપેક સ્ટેડિયમમાં બુધવારે પણ દેખાડવામાં આવ્યા હતા પણ સુરક્ષા અધિકારીઓએ તેને તરત હટાવી દીધા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ તેના ટીમમાં હોવાનો વિરોધ કરવામાં આવ્યો.

ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું

જણાવી દઈએ કે, ભારતે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી 3 મેચોની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે, ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે હેમિલ્ટનમાં રમાશે. કરિયરમાં 3 ટી20 મેચ રમી ચૂકેલા કગીલેન બીજી મેચમાં 32 રન આપ્યા અને તેને કોઈ વિકેટ મળી નહોતી઼. #MeTooના કવરેજ પર IamGujarat.comની પોલિસી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો