એપશહેર

માઈકલ ક્લાર્કના સર્વકાલીન 7 મહાન બેટ્સમેનોમાં સચિન-કોહલી શામેલ, સ્મિથને સ્થાન નહીં

Shailesh Thakkar | I am Gujarat 8 Apr 2020, 4:06 pm
બ્રિસ્બેન : ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે દુનિયાના સાત મહાન બેટ્સમેનોની પસંદગી કરી છે. તેણે જે સાત બેટ્સમેનોનું સિલેક્શન કર્યું છે તે બધા ક્લાર્કના સમયમાં રમી ચૂક્યા છે અને આમાં બે ભારતીય બેટ્સમેનો પણ શામેલ છે. ક્લાર્ક બિગ સ્પોર્ટ્સ બ્રેકફસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં દુનિયાના સાત સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોની પસંદગી કરી, જેમાં ભારતના સચિન તેંડુલકર અને વિરાટ કોહલી શામેલ છે. ક્લાર્કના આ લિસ્ટમાં વર્તમાન ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 સ્ટીવ સ્મિથને સ્થાન મળ્યું નથી.ક્લાર્કની આ યાદીમાં કોહલીનું નામ તો છે પણ પોતાના જ દેશના સ્મિથની બાદબાકી થોડી ચોંકાવનારી છે. કારણ કે વર્તમાન સમયના ક્રિકેટમાં બેટિંગ અંગે સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીમાં કટ્ટર હરિફાઈ દેખાઈ રહી છે. હાલમાં સ્ટીવ સ્મિથ ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાને છે જ્યારે તેના પછી કોહલીનું નામ આવે છે. જોકે, મર્યાદિત ઓવરની ક્રિકેટ (વન-ડે અને ટી20)માં સ્મિથ ટોપ-10માં પણ નથી. જ્યારે કોહલી વન-ડેમાં પ્રથમ નંબરે અને ટી20માં પણ ટૉપ-10માં છે.આ ઉપરાંત ક્લાર્કના અન્ય પાંચ બેટ્સમેનોમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, જેક કાલિસ અને અબ્રાહમ ડી વિલિયર્સનો સમાવેશ થાય છે. ક્લાર્ક સચિન વિશે કહ્યું કે, ‘સચિનને આઉટ કરવો ખૂબ મુશ્કેલ હતું. તે ટેક્નિકલી ખૂબ જ સક્ષમ હતો. તેની પાસે કોઈ નબળાઈ નહોતી.’2015માં ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડનારા ક્લાર્કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અંગે કહ્યું કે, તે ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન છે. ક્લાર્કે કહ્યું કે, ‘તેના વન-ડે અને ટી20 રેકોર્ડ અદભુત છે. સાથે જ તેણે ટેસ્ટમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો