એપશહેર

મોહમ્મદ કૈફે ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ, જાણીને તમને પણ ગર્વ થશે

Shailesh Thakkar | I am Gujarat 30 Jul 2017, 10:27 pm
I am Gujarat mohammad kaifs stunning reply to his critic who troll him on twitter
મોહમ્મદ કૈફે ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ, જાણીને તમને પણ ગર્વ થશે


કૈફ પર રમત પ્રેમીઓને ગર્વ થઈ જશે

કૈફ પર રમત પ્રેમીઓને ગર્વ થઈ જશે

ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટ્વિટર પર ટ્રોલર્સને જબરદસ્ત જવાબ આપ્યો છે. કૈફે પોતાના ટ્રોલ કરનારા યૂઝર્સને એવો જવાબ આપ્યો છે જે સાંભળીને તમે પણ ગર્વ અનુભવશો. કૈફે કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ રમત રમો છો ત્યારે તે જાતિ, ધર્મના બધા બંધનોને પાર કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય હોય છે. હું બધાને વધુ રમવાની શુભેચ્છાઓ પાઠવું છું.’

When u are playing a sport,its one of d best ways to break barriers of caste, creed,religion.Wish everyone plays more.#SportsBeyondReligion pic.twitter.com/RSwkJMMoAB

— Mohammad Kaif (@MohammadKaif) July 30, 2017

આ તસવીરને કારણે થયો ટ્રોલ

જણાવી દઈએ મોહમ્મદ કૈફે તાજેતરમાં પોતાના પુત્ર સાથે ચેસ રમતો એક ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો, ત્યારબાદ ટ્રોલર્સે કૈફને એક મુસ્લિમ તરીકે કુરાનમાં પ્રતિબંધિત રમત રમવા અંગે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. કૈફે પુત્ર સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘ચેસના પ્લેયર્સ.’

અગાઉ પણ ટ્રોલ થયો હતો કૈફ

જણાવી દઈએ કે, આ અગાઉ પણ જ્યારે મોહમ્મદ કૈફે પોતાનો સૂર્ય નમસ્કાર કરતો ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો ત્યારે પણ તેને કટ્ટરપંથીઓએ પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો