એપશહેર

ધોનીના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો

Shailesh Thakkar | I am Gujarat 16 Jun 2019, 8:43 pm
માન્ચેસ્ટર: ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી લીધો. ભારત માટે સૌતી વધુ વન-ડે મેચો રમવામાં તે રાહુલ દ્રવિડથી આગળ નીકળી ગયો. આ ભારત માટે તેની 341મી વન-ડે હતી. રવિવારે તેણે માન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડ ખાતે તેને દ્રવિડને પાછળ છોડી દીધો. હવે તે માત્ર સચિન તેંદુલકરથી પાછળ છે. ભારતીય ટીમની જર્સી સાથે આ ધોનીની 341મી મેચ છે જ્યારે દ્રવિડે 340 મેચો રમી છે. આ લિસ્ટમાં સચિન સૌથી ઉપર છે અને તેણે 463 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. કુલ મળીને આ ધોનીની 344મી હતી અને સૌથી વધુ વન-ડે મેચો રમવામાં તે દ્રવિડ સાથે સંયુક્ત રીતે 10મા ક્રમે છે. ભારત માટે રમવા ઉપરાંત ધોનીએ ત્રણ મેચો એશિયા ઈલેવન માટે પણ રમી છે. ભારત માટે સૌથી વધુ મેચો રમવામાં મોહમ્મદ અઝહરુદ્દીન ચોથા સ્થાને છે. તેણે ભારત માટે 334 મેચો રમી છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલ 308 મેચો સાથે 5મા સ્થાને છે જ્યારે 301 વન-ડે રમનારા યુવરાજે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી. રવિવારે રમાયેલી મેચમાં ધોની માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગયો. જોકે, ઓવરઑલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાન સામે તેનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. તેણે 30 ઈનિંગ્સમાં 55.90 રનની એવરેજથી 1230 રન બનાવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો