એપશહેર

શમી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવનારી પત્ની હસીને મારી પલટી!

Shailesh Thakkar | I am Gujarat 21 Mar 2018, 5:54 pm
I am Gujarat new turn in mohammad shami and hasin jahan case
શમી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવનારી પત્ની હસીને મારી પલટી!


શમી માફી માગે તો વાત કરવા તૈયાર : હસીન

પત્ની હસીન જહાન તરફથી લગાવવામાં આવેલા ગંભીર આરોપોથી ઘેરાયેલો ક્રિકેટર મોહમ્મદ શમી હવે પોતાના પરિવારજનોના બચાવમાં લાગી ગયો છે. શમીએ પોતાના ભાઈની બેગુનાહીના પૂરાવા કોલકાતા પોલીસને પોસ્ટથી મોકલ્યા છે. બીજી તરફ હસીને પણ પલટી મારતા કહ્યું છે કે, જો શમી માફી માગે તો પુત્રીના લીધે તેની સાથે વાત કરીશ.

પોતાના અને પરિવારના બચાવમાં લાગ્યો શમી

આ વિશે શમીએ જણાવ્યું કે, તેની પાસે કેટલાક પૂરાવા છે, જેની ઝેરોક્ષ તેણે કોલકાતા પોલીસને મોકલી છે. તે સાબિતીને દુષ્કર્મના પ્રકરણની તપાસમાં શામેલ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. શમીએ જણાવ્યું કે, તેની પાસે ઘણા એવા ચોક્કસ પૂરાવા છે જેના દ્વારા તે પોતાના તથા પરિવાર પર લાગેલા આરોપોનો જવાબ આપશે. સાબિતી તરીકે તેણે શું મોકલ્યું છે તે વિશે જણાવવાની તેણે ના પાડી દીધી છે.

શમીના ભાઈ પર દુષ્કર્મનો આરોપ

હસીનનો આરોપ છે કે, સાત જાન્યુઆરીની સાંજે હસીબે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે શમી ઘોષણા કરી ચૂક્યો છે કે, તે હસીનને પોતાના પરિવાર પર લગાવેલા આરોપોનો જવાબ કોર્ટમાં આપશે. હસીને શમી અને તેના પરિવારજનો પર ગંભીર આરોપો લગાવતા ફરિયાદ નોંધાવી છે.

નિવેદનથી પલટી હસીન

એક તરફ જ્યાં શમી પોતાના ભાઈના બચાવ માટે કોલકાતા પોલીસને પૂરાવા મોકલ્યા છે, ત્યાં બીજી તરફ હસીને પોતાના નિવેદનથી પલટી મારી લીધી છે. તેનું કહેવું છે કે, જો શમી તેની માફી માગે તો પુત્રી માટે તે હવે શમી સાથે વાત કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ હસીને મીડિયાની સામે કહ્યું હતું કે, તે તેની અને શમી વચ્ચે સમાધાનના તમામ રસ્તા બંધ થઈ ગયા છે અને હવે તે શમી પર લગાવેલા આરોપોને સાબિત કરીને જ ઝંપશે.

ઉઠી રહ્યાં છે સવાલો

હસીને જે રીતે પોતાનું નિવેદન બદલ્યું છે, તેને જોતા ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે. આખરે હવે એવું શું થઈ ગયું છે કે, અચાનક હસીન શમી સાથે સમાધાન માટે તૈયાર થઈ ગઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો