એપશહેર

PAK મંત્રીએ ધોની સામે ઓક્યું ઝેર, કહ્યું 'તું આવી જ શરમજનક વિદાયને લાયક હતો'

મિત્તલ ઘડિયા | I am Gujarat 13 Jul 2019, 2:18 pm
પાકિસ્તાનના બલૂચિસ્તાન પીટીઆઈ ચેપ્ટરના પૂર્વ સૂચના સચિવ અને સાઈબર ફોર્સ પાર્ટીના સ્થાપક સાલાર સુલ્તાનઝઈએ બુધવારે ભારતીય ક્રિકેટર એમ.એમ. ધોનીને લઈને ખૂબ જ શરમજનક વાત કહી છે. સાલારે ધોની પર ‘ક્રિકેટને પ્રદૂષિત’ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ તે આવી જ શરમનજક વિદાયને લાયક હતો. મેનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી સેમીફાઈનલની મેચમાં ભારતનો 18 રનથી પરાજય થયો હતો અને આ સાથે જ ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ રોળાય ગયું હતું. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સાલાર સુલ્તાનઝઈએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે જેમાં તેણે લખ્યું છે કે, ધોની આવી જ શરમજનક વિદાયનો હકદાર હતો. ધોનીએ પોતાના ફિક્સિંગના પૂર્વાગ્રહથી આખી ગેમને બગાડી નાંખી. સાલારાના આ ટ્વીટને પાકિસ્તાન સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી ફવાદ ચૌધરી રિટ્વીટ પણ કર્યું છે. ધોનીના ભવિષ્યને લઈને બધાની નજર તેના પર રહેલી છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે તે ટૂંક સમયમાં જ સંન્સાસ લેવાની જાહેરાત કરી શકે છે. જો કે આ અંગે ધોનીએ હજુ સુધી કંઈ કહ્યું નથી. બીસીસીઆઈને પણ નથી જાણ કે ધોની શું નિર્ણય લેવાનો છે. તો બીજી તરફ એવા રિપોર્ટ્સ પણ છે કે ધોની રિટાયરમેન્ટ બાદ ભાજપમાં જોડાશે. ધોની ગમે તે નિર્ણય લે પરંતુ ભારતની હારથી જો કોઈ ખુશ હોય તો તે પાકિસ્તાન છે. ન્યૂઝીલેન્ડ સામે થપાટ ખાધા બાદ પાકિસ્તાની ફેન્સે ભારતીય ટીમની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો