એપશહેર

ઈંગ્લેન્ડ સામે જાણી જોઈને હાર્યું ભારત? પાક કેપ્ટને આપ્યું આવું નિવેદન

Shailesh Thakkar | I am Gujarat 7 Jul 2019, 9:28 pm
કરાંચી : પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે એ વાત માનવાની ના પાડી દીધી છે કે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે જાણી જોઈને હારી. તેણે કહ્યું કે, વિરાટ કોહલીની આગેવાની ટીમ પર આ આરોપ લગાવવો ખોટો છે. પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટર્સે આશંકા વ્યક્ત કરી હતી કે, ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કર્યું અને પાકિસ્તાન સેમી ફાઈનલમાં ન પહોંચે તે માટે વિધ્નો ઊભા કર્યા. સરફરાઝે પત્રકારોને કહ્યું, ‘ના, આ કહેવું યોગ્ય નથી. મને નથી લાગતું કે, ભારત અમારા કારણે હાર્યું. ઈંગ્લેન્ડ જીતવા માટે સારું રમ્યું હતું.’ જણાવી દઈએ કે, ભારત ઈંગ્લેન્ડને હરાવી દેત તો પણ એ નક્કી નહોતું કે, પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી જ જાત.
ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ પાકિસ્તાનની આશાઓ ઓછી થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ લોકો કહી રહ્યાં હતા કે, પાકિસ્તાનને રોકવા માટે ભારતે જીતવાનો પ્રયાસ ન કર્યો. જણાવી દઈએ કે, આ વર્લ્ડકપમાં 27 વર્ષ બાદ એટલે કે, 1992 બાદ ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, આ ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી એક જ મેચ હાર્યું છે. ભારતે ગ્રુપ મેચમાં 9 મેચો રમી જેમાંથી 1 મેચ વરસાદને લીધે ધોવાઈ ગઈ જ્યારે સાત મેચોમાં તેણે જીત નોંધાવી. બીજી તરફ પાકિસ્તાન માત્ર પાંચ મેચો જીત શક્યું અને પૉઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને રહી ગયું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો