એપશહેર

ગાંગુલીની કોચ શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ, આ રીતે પોતાને સાબિત કરી બતાવે

Shailesh Thakkar | I am Gujarat 4 Oct 2019, 9:52 pm
નવી દિલ્હી: વર્ષ 2016માં જ્યારે રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટના મુખ્ય કોચની રેસમાં અનિલ કુંબલેથી પાછળ રહી ત્યારે તેણે પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ના પૂર્વ સભ્ય સૌરવ ગાંગુલીને જવાબદાર ઠેરવ્યો હતો. બાદમાં ગાંગુલી તે પેનલનો પણ સભ્ય હતો જેણે શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાનો કોચ નિયુક્ત કર્યો. તાજેતરમાં જ શાસ્ત્રીને ફરી એકવાર 2021ના વર્લ્ડ ટી20 સુધી ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે. ગાંગુલીએ શાસ્ત્રીને કોચ પદ માટે ઉપયુક્ત ઉમેદવાર ગણાવ્યો. તેણે કહ્યું કે, બોર્ડ પાસે મુખ્ય કોચના પદ માટે વધુ વિકલ્પ પણ નહોતા. પૂર્વ કેપ્ટને સાથે જ એમ પણ કહ્યું કે, શાસ્ત્રીએ હવે વર્લ્ડ કપ જીતીને પોતાના વિશ્વાસને સાચો સાબિત કરવો જોઈએ. ગાંગુલીએ કહ્યું, ‘રવિ યોગ્ય પસંદ છે. વધારે લોકોએ અપ્લાય ન કર્યું હોવાથી બોર્ડ પાસે પણ વધુ વિકલ્પ નહોતા.’ દાદાએ કહ્યું, ‘રવિ ગત પાંચ વર્ષછી ભારતીય ટીમની સાથે છે અને હવે તેને વધુ બે વર્ષ માટે આ જવાબદારી આપવામાં આવી છે. મને નથી લાગતું કે ભૂતકાળમાં કોઈ અન્યને ટીમ સાથે આટલા લાંબા સમય સુધી કામ કરવાની તક મળી હોય.’ પૂર્વ ભારતીચ કેપ્ટને કહ્યું, ‘તે યોગ્ય વિકલ્પ છે પણ હવે તેને તેના પર મૂકવામાં આવેલા વિશ્વાસ પર પાર ઉતરવું પડશે. 2020 અને 2021માં બે ટી20 વર્લ્ડ કપ આવી રહ્યાં છે અને આ મોટી ટૂર્નામેન્ટમાં ભારતની જીતના રસ્તા શોધવા પડશે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો